એક રાજાની અનોખી રાણી પૂંછડીએ પીએ પાણી પીએ તો જ તે જીવતી રહેન પીએ તો મરી જાય
આજે અમે તમારી સાથે અવનવા કોયડા યને આવિયા છીએ તમે જો આ બધા કોયડા જોવાબ જોયા વગર ઉકેલી શકતા હોય તો જરૂર કમેન્ટ કરજો અને જો તમારી પાસે કોયડા હોય તો પણ જરૂર કમેન્ટ કરજો જેથીઅનેક લોકો કોયડાનો જવાબ આપી શકે આ બધા કોયડાના જવાબ નીચે આપેલા છે
ઉખાણા -1:
બે માથાં અને બે પગ,
જાણે એને આખું જગ,
જે કોઈ આવે એની વચમાં,
કપાઈ જાય એની કચકચમાં
ઉખાણા -2: એક રાજાની અનોખી રાણી
પૂંછડીએ પીએ પાણી
પીએ તો જ તે જીવતી રહે
ન પીએ તો મરી જાય.
ઉખાણા -3: કાળા ઘોડા પર સફેદ સવારી
એક ઉતરે તો બીજાની વારી
થઇ રહે એવી તૈયારી
કે કોઈ ન રડે ભૂખની મારી.
ઉખાણા -4: હું તો છું મા પણ
મારા અનેક નામ
મારું છે મન નિર્મળ એવું,
વહેતું ચારે કોર
ઉખાણા -5: કોણ છે જે ખુલ્લી આંખે સૂએ છે?
ઉખાણા -6: રાજા કરે રાજ ને દરજી સીવે કોટ કોણ?
ઉખાણા 7: આંખો છે પણ હું જોતી નથી
મુખ છે પણ હું બોલતી નથી
પગ છે પણ હું ચાલતી નથી
માલિક વિના હું હાલતી નથી
બોલો હું કોણ છું?
ઉખાણા 8: કાન સાથે પ્રીતિ મારે
મુખડાની માયા ભારે
વણ દેખે વહાલ વરસે
બોલો,બોલો ,બોલો હું કોણ?
જવાબ: 1- કાતર, 2- દીવાની વાટ, 3- તવી અને રોટલી, 4- નદી, 5- માછલી, 6- રાજકોટ, 7-કઢ પુતળી, 8-સેલ ફોન