Homeજોક્સરાજૂ : 'મારા પપ્પા રામના ભક્ત છે.ચંદુ : 'મારા પપ્પા શિવજીના ભક્ત...

રાજૂ : ‘મારા પપ્પા રામના ભક્ત છે.ચંદુ : ‘મારા પપ્પા શિવજીના ભક્ત છે. મનીયો : મારા પપ્પા….

મનિયાની સામે એક ભિખારીએ હાથ લંબાવી ભીખ માગી : ‘બાબા ! બે રૂપિયા આપને.’
મનિયાએ પૂછ્યું : ‘તારે બે રૂપિયા શું કરવા છે ?’
ભિખારીએ કહ્યું : ‘મારે લોટરીની ટિકિટ લેવી છે.’
મનિયાએ કહ્યું : ‘સારું તો હવે તું ભીખ માંગતા માંગતા લોટરીની ટિકિટ ખરીદવા લાગ્યો છે ?’
ભિખારીએ કહ્યું : ‘ના બાબા ! લોટરીની ટિકિટો ખરીદતા ખરીદતા ભિખારી બની ગયો છું.’

રાજૂ : ‘મારા પપ્પા રામના ભક્ત છે.’
ચંદુ : ‘મારા પપ્પા શિવજીના ભક્ત છે.’
મનીયો : ‘મારા પપ્પા મારી મમ્મીના ભક્ત છે.’

મનિયાએ દુકાનદાર પાસે જઈને કહ્યું : ‘તમારી પાસે માંકડ મારવાની દવા છે ?’
દુકાનદારે કહ્યું : ‘હા છે !’
મનિયાએ ખુશ થઈને કહ્યું : ‘તો પછી હું હમણાં જ મારા ઘરે જઈને બધા માંકડ લઇ આવું છું.’

એક વખત મનિયાએ કહ્યું : ‘મમ્મી ! બહાર એક વાંદરો ઊભો છે.’
મમ્મીએ બારીની બહાર જોયું તો ત્યાં એક કૂતરો ઊભો હતો. આ જોઈ મમ્મી મનિયા પર ગુસ્સે થઈને બોલી : ‘ખોટું શા માટે બોલ્યો ?
બારી બહાર તો કૂતરો ઊભો છે. ચાલ, આંખો બંધ કર. ખોટું બોલવા બદલ તું ભગવાન પાસે માફી માંગ.’
મનિયાએ થોડીવાર આંખો બંધ રાખી પછી આંખો ખોલીને કહ્યું : ‘મમ્મી ! ભગવાને મને માફ કરી દીધો અને કહ્યું : ‘બેટા ! વાંધો નહિ,
હું પણ એને પહેલા વાંદરો જ સમજેલો.’

વર્ગમાં એક દિવસ શિક્ષકે કહ્યું : ‘મનિયા ! જો ભગવાન તારી પ્રાર્થના સાંભળીને ખુશ થાય અને છપ્પર ફાડીને તારા ઘરમાં પૈસાનો
વરસાદ વરસાવે તો તું પહેલું કામ કયું કરે ?’
મનિયાએ કહ્યું : ‘સાહેબ તમને કદાચ એમ હશે કે હું પહેલું કામ પૈસા ગણવાનું કરીશ અથવા એને વાપરવા માંડીશ. પણ ના,
હું સહુથી પહેલા ભગવાને ફાડેલું મારા ઘરનું છાપરું રીપેર કરાવી લઈશ.

મનિયો : ‘પપ્પા ! આજે અમારી સ્કુલમાં દોડની હરીફાઈ હતી.’
પપ્પા : ‘એમાં તારો કેટલામો નંબર આવ્યો ?’
બાબલો : ‘એકેય નંબર ન આવ્યો.’
પપ્પા : ‘કેટલા છોકરા દોડતા હતા ?’
બાબલો : ‘ત્રણ છોકરા !’
પપ્પા : ‘તારો ત્રીજો નંબર પણ ન આવ્યો ?’

શિક્ષકે વર્ગમાં કહ્યું : ‘હવે પોલીસે એક એવું નવું મશીન વસાવી લીધું છે, જે દરેક ગુનેગારનું જૂઠ પકડી પાડશે. એ મશીન આગળ ખોટી વાત કે ખોટો જવાબ નહીં ચાલે.’
વચ્ચે જ મનિયાએ કહ્યું : ‘સાહેબ ! એમાં તમે શું નવું કહ્યું ? અમારા ઘરમાં તો એવું મશીન ક્યારનુંય આવી ગયું છે.’
સાહેબે નવાઈપૂર્વક પૂછ્યું : ‘એમ ! કેવું છે તે મશીન એ મને પણ જણાવ.’
મનિયાએ કહ્યું : ‘સાહેબ, એ મશીન મારી મમ્મી છે. જે મારા પપ્પાનું જૂઠ તરત પકડી પાડે છે. એટલે મારી મમ્મીના દરેક સવાલનો સાચો જવાબ જ એમને આપવો પડે છે.’

મનીયો : ‘ટીનીયા ! તે આજે ગંજી કેમ પહેરી નથી ?’
ટીનીયો : ‘વાહ ! રાજુ તને એ વાતની ખબર કેવી રીતે પડી ?’
મનીયો : ‘એટલા માટે કે તે આજે શર્ટ પહેર્યું નથી.’

મનિયો : ટીનીયા ! પહેલા તારા પપ્પા શું હતા ?’
ટીનીયો : ‘હુકુમના બાદશાહ હતા.’
મનિયો : ‘અને હવે શું છે ?’
ટીનીયો : ‘બેગમના ગુલામ છે.’

મનિયાના પપ્પાએ મનિયાની મમ્મીને કહ્યું : ‘તું દરવાજે આવનાર દરેક ભિખારીને ખાવાનું આપે છે, એનાથી તને કોઈ ફાયદો થાય છે ?’
તરત જ મનિયો વચ્ચે ટપકી પડતાં બોલ્યો : ‘પપ્પા ! એ ભિખારી ખાવાનું ખાતી વખતે તમારી જેમ ટક ટક નથી કરતા, બિચારા ખાઈ લે છે !’

ટીનીયો : ‘જો આજે ધરતી ઊંધી થઇ ગઈ તો કાલે શું થશે ?’
મનિયો : ‘કાલે આ સમાચાર મોટા મોટા અક્ષરે છાપાઓમાં છપાશે !

રસ્તા પરથી પસાર થતા મનિયા પાસે એક ભિખારીએ ભીખ માગી.
મનિયાએ કહ્યું : ‘ભાઈ ! અત્યારે હું ઉતાવળમાં છું. આ રસ્તેથી પાછા ફરતા હું તને જરૂર કંઈક આપીશ.’
ભિખારીએ કહ્યું : ‘નહીં, નહીં, જે આપવું હોય તે હમણાં જ આપી દે, આ રીતે ઉધાર રાખીને લોકોએ મને બહુવાર છેતર્યો છે !’

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

What was the biography of Manmohan Singh? Read in Hindi.

manmohan singh Biography 1932 - 2024 आगे चलकर देश के प्रधानमंत्री बने यह भारत के उन चुनिंदा पॉलीटिशियंस में से हैं जिन्होंने अपनी साफ छवि...

paneer biryani recipe : how to make restaurant style paneer biryani

restaurant style paneer biryani recipe: material use for making paneer biryani recipe simple method home made , this is teasty recipe and instant dinner...

social media Your opinion: Children should be kept away from social media give feedback possitive effect and negative effect

social media: Parents Say, 'Satan Loves Mobiles More Than Us' give possitive effect and negative effect social media In Australia, children under the age of...