તમારા બાળકને ક્યાં બોર્ડમાં ભણાવવું જોઈએ? દરેક માતા-પિતા 2 મીનીટનો સમય કાઢીને ખાસ વાંચજો
સૌ પ્રથમ તામ્ર બાળક માટે એજ્યુકેશન બોર્ડની પસંદગી કરો ત્યારે આ ધ્યાનમાં લેવાના પરિબળો છે (1) અભ્યાસક્રમ (2) ફી (3) અવેલેબિલિટી ઓફ સ્કૂલ અને (4) ટીચિંગ મેથોડોલોજી.. કોઈ પણ એક પરફેક્ટ બોર્ડ નથી હોતું, પરંતુ પરિવારની પોતાની પરિસ્થિતિ અને ચોઇસથી બાળકનું ફ્યુચર ડિસિઝન લેવાનું હોય છે
ઈન્ટરનેશનલ બેકલૉરેટ અથવા IB – આ બોર્ડનો અભ્યાસક્રમ શિક્ષણના પ્રેક્ટિકલ પાસાઓ પર ભાર મૂકે છે.
ફાયદા અને પડકારો – તેનો અભ્યાસક્રમ ઉચ્ચ સ્તરનો હોય છે અને વૈશ્વિકસ્તરે યુનિવર્સિટીઓમાં પ્રવેશ લેવા માટે ખૂબ ઉપયોગી છે.
જો કે, અસાઇનમેન્ટ, નિબંધો અને પરીક્ષાઓ ખૂબ જ સમય માંગી લે તેવું કામ બની જાય છે જે અત્યંત તણાવપૂર્ણ હોય છે, પછી ભલે તમારું સમય મેનેજમેન્ટ ગમે એટલું સારું હોય. મોટાભાગની IB શાળાઓના તેમના પોતાના કાર્યક્રમ અને ટુર્નામેન્ટ પણ હોય છે. આ શાળાઓની સંખ્યા ઓછી અને ફી વધુ હોય છે.
CICSE અથવા ફક્ત ICSE (વધુ લોકપ્રિય નામ) બોર્ડ – ICSEની સ્થાપના 1970ના દાયકામાં વિદ્યાર્થીઓને ગુણવત્તાયુક્ત શિક્ષણ આપવાના ઉદ્દેશ્ય સાથે કરવામાં આવી હતી.
ફાયદા – ICSE બોર્ડમાંથી અભ્યાસ કરવાનો સૌથી મોટો ફાયદો એ છે કે તેનો અભ્યાસક્રમ આંતરરાષ્ટ્રીય સ્તરે માન્ય છે, જેનાથી આગળ જતાં વિદેશી યુનિવર્સિટીઓમાં એડમિશનલ લેવું સરળ બને છે. રાજ્ય અને CBSEની તુલનામાં અભ્યાસના બદલે પ્રેક્ટિકલ પર વધુ ભાર મૂકવામાં આવે છે, જો કે શિક્ષણનું માધ્યમ અંગ્રેજી છે. ઇન્સ્ટ્રક્શનનું માધ્યમ અંગ્રેજી અને અંગ્રેજી પર વધુ ભાર હોવાના કારણે વિદ્યાર્થીઓને આગળ જઇને TOEFL અથવા IELTS જેવી પરીક્ષાઓ ક્લિયર કરવી સરળ બને છે.
પડકાર – તેનો અભ્યાસક્રમ રાજ્ય બોર્ડ અને CBSE કરતાં વધુ ઇન્ડેપ્થ હોય છે અને અભ્યાસ ડિફિકલ્ટ છે. આ બોર્ડ ચલાવતી શાળાઓની સંખ્યા ઓછી છે અને ફી ઘણી વધારે હોય છે.
સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE) – કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડ (CBSE) એ ભારત સરકાર દ્વારા નિયંત્રિત અને સંચાલિત શાળાઓ માટેનું એક રાષ્ટ્રીય સ્તરનું શિક્ષણ બોર્ડ છે. 1929માં સ્થપાયેલ આજે ભારતમાં 27 હજારથી વધુ શાળાઓ અને 28 દેશોમાં 240 શાળાઓ CBSE સાથે સંલગ્ન છે. તમામ શાળાઓ ખાસ કરીને ધોરણ 9 થી 12 સુધી NCERT અભ્યાસક્રમને અનુસરે છે.
પડકારો – CBSE શાળાઓની સંખ્યા રાજ્ય બોર્ડની શાળાઓની સંખ્યા કરતાં ઓછી છે(શહેરોમાં પણ) તેથી તેમાં પ્રવેશ મેળવવો સરળ નથી અને આપણે ઘણી વાર શાળાઓમાં પ્રવેશ લેવા માટે ‘જેક લગાવવા’ અંગે સાંભળીએ છીએ. આ શાળાઓની ફી પણ રાજ્ય બોર્ડની શાળાઓ કરતા વધારે હોય છે, તેમ છતાં CBSEમાંથી અભ્યાસ કરવાના પોતાના ફાયદા છે.
ફાયદા – CBSEમાંથી ભણેલા બાળકોના વ્યક્તિત્વમાં એક પ્રકારનું શહેરીપણું જોવા મળે છે. તેનો અભ્યાસક્રમ ઘણી જગ્યાએ એક્સેપ્ટ છે અને ભારતમાં અનેક મુખ્ય પરીક્ષાઓ જેવી કે CLAT (કોમન લો એડમિશન ટેસ્ટ) CBSE અભ્યાસક્રમને ધ્યાનમાં રાખીને ડિઝાઇન કરવામાં આવે છે. અને પછી મિલિટ્રી, રેલ્વે, બેંકો વગેરે સાથે જોડાયેલા પરિવારો માટે આનાથી સારો વિકલ્પ બીજો કોઈ નથી.
રાજ્ય બોર્ડ – ભારતના બંધારણમાં શિક્ષણ એ સમવર્તી યાદીનો એક ભાગ છે એટલે રાજ્ય અને કેન્દ્ર બંને તેની સાથે વ્યવહાર કરે છે. ભારતમાં લગભગ તમામ રાજ્યોનું પોતાનું શિક્ષણ બોર્ડ છે.
ફાયદા – સ્ટેટ બોર્ડમાંથી અભ્યાસ કરવાનો ફાયદો એ છે કે તમે તે ક્ષેત્રની જમીન અને લોકોથી જોડાશો. બાળક મોટું થઇને જો સામાજિક કે રાજકીય ક્ષેત્રે કારકિર્દી બનાવવા ઈચ્છે તો તે ઉપયોગી થઈ શકે છે. રાજ્ય બોર્ડમાં પ્રાદેશિક ભાષાઓમાં શિક્ષણ આપવામાં આવે છે, જેથી બાળક પ્રદેશની સંસ્કૃતિને સમજે અને તેની સાથે ભળી જાય. મારા એક સંબંધી આ તર્ક પર તેમના બાળકોને મરાઠી માધ્યમમાં અભ્યાસ કરાવવા માંગતા હતા પરંતુ મહારાષ્ટ્ર સિવાયના અન્ય રાજ્યોમાં તે ઉપલબ્ધ ન હોવાને કારણે તેમ કરી શક્યા નહીં.
આ સિવાય રાજ્યના બોર્ડની ઉપલબ્ધતા અન્ય બોર્ડની શાળાઓ કરતાં વધુ છે અને ફી પણ ઓછી.
ગેરફાયદા – એવું લાગે છે કે કેટલીકવાર રાજ્યના બોર્ડમાં ગોખણપટ્ટીથી ભણાવવામાં આવે છે, તેમનો અભ્યાસક્રમ ઘણા વર્ષોથી અપડેટ થતો નથી અને વિવિધ રાજ્યોમાં અલગ-અલગ ગ્રેડિંગ સિસ્ટમને કારણે કેટલીકવાર તે રાજ્ય બહાર ઉપયોગી નથી રહેતા.
તેમ છતા જો તમે ઇચ્છો છો કે તમારું બાળક પ્રાદેશિક સંસ્કૃતિને જાણે, પોતાના મૂળ સાથે જોડાયેલું અનુભવે અને તમારું બજેટ મર્યાદિત છે, તો તેને ચોક્કસપણે રાજ્ય બોર્ડમાં શીખવો.