આજ કાલ ખુબ અપરાધ વધી ગયો છે આ તો કૈક અજબ જ કિસ્સો બન્યો છે વહુને માવતર જવાની ના પાડતાં મૂળ આસામની વહુએ પોતાની સાસુને ગળું દબાવી મારી નાખી આ કિસ્સો આ રીતે હતો જેમાં મૂળ ગુજરાતના યુવકે આસામની યુવતી સાથે પ્રેમલગ્ન કર્યા હતા અને પોતાના ભાઈઓ સાથે ભાગી રહેલી વહુને એના પતિએ રેલવે સ્ટેશન પર જ ઝડપી પાડી હતી
વરાછામાં લંબે હનુમાન રોડ વિસ્તારમાં મૂળ આસામની પુત્રવધુ ગુજરાતી સાસુનું ગળું દબાવી હત્યા કરી ઘરને બહારથી તાળું દઈને આસામ પોતાના માવતર જવા માટે ભાગી હતી. પરંતુ તેના પતિએ સવારે પાંચ વાગ્યે પત્નીને અને પત્નીના 2 ભાઇઓને સુરત રેલવે સ્ટેશનેથી જ પકડીને પોલીસને સોંપી દીધા છે.
મૂળ અમરેલી જિલ્લામાં આવેલ નેસડી ગામનો સંદિપ ઉર્ફ દેવો જીણાભાઈ સરવૈયા અત્યારે હાલ વરાછામાં લંબે હનુમાન રોડ પર પરિમલ સોસાયટીમાં રહે છે.અને સંદિપ રત્ન કલાકાર છે. ચારેક વર્ષ પહેલા social media દ્વારા તેનો પરિચય આસામ નિવાસી દીપિકા સાથે થાય છે આમ બંને વચ્ચે પ્રેમ થાય છે. બંનેને પ્રેમ થતા સંદિપ તે સમયે આસામ જઈને પાંચ મહિના ત્યાં જ રહે છે અને દિપીકા સાથે લગ્ન કરે છે હવે ત્યાંથી તે દિપીકાને લઈને સુરત આવી જાય છે અને સુરતમાં રહેવા લાગે છે તેને સંતાનમાં એક દીકરો પણ છે.
દિપીકાના બંને ભાઈ દિપાંકર( 20) અને સાત વર્ષનો ભાઈ પણ સુરત આવીને દિપીકાના સાથે દીપિકાના ઘરે રહેવા લાગ્યા હતા. રાત્રે સંદિપ હીરાના કારખાને નોકરી પર ગયો હતો. સવારે ચારેક વાગ્યે સંદિપના પિતાનો તેમના વતનથી ફોન આવ્યો કે તારી મમ્મીને ફોન કરૂં છુ તે ઉપાડતી નથી. તેથી સંદિપે પણ ઘરે મમ્મીને અને પત્ની દિપીકાને ફોન કર્યા હતા. પરંતુ કઈ રિસ્પોન્સ n મળ્યો 25 થી વધુ વખત ફોન કર્યા પરંતુ કોઈએ ફોન ઉપાડ્યો ન હતો. તેથી સંદિપે ઘર પાસે રહેતા બનેવીને ફોન કરીને ઘરે જઈને તપાસ કરવાનું કહ્યું.
બનેવીએ ઘરે જઈને જોયુ તો ઘર બંધ હતું અને ઘરની બહારથી દરવાજાને તાળું મારેલું હતું. બનેવીએ સંદિપને આવી જાણ કરતા સંદિપે બનેવીને તરત સુરત રેલવે સ્ટેશને જવા કહ્યું હતું. સંદિપ પણ રેલવે સ્ટેશન પહોંચ્યો હતો. સ્ટેશન પર દિપીકા, દિપાંકર અને નાનો ભાઈ મળી આવ્યા હતા. ત્યારબાદ તેઓ બંનેને લઈને ઘરે આવ્યા હતા. ત્યાં ઘરમાંથી સંદિપની માતા વિમળાબેનની લાશ પડેલી હતી. સંદિપે આરોપી દિપીકા અને દિપાંકર વિરુદ્ધ વરાછા પોલીસમાં હત્યાની ફરિયાદ નોંધાવી છે.
સાસુના હાથ-પગ બાંધી મોતને ઘાટ ઉતારાઈ હતી :પુત્રવધુ દીપિકાને આ મોત વિશે પૂછ્યું ત્યારે દીપિકા જણાવે છે કે પોતે જયારે તેના ભાઈઓ સાથે દિબ્રુગઢ જવા નીકળી ત્યારે વિમળાબેને(દીપિકાના સાસુ ) જવાની ના પાડી હતી. તેથી તેમની વચ્ચે મોટો ઝઘડો થયો હતો. તેથી દિપીકા અને દિપાંકરે ગળું દબાવી દીધું હતું. સાસુ તેની પાછળ ન આવે કે કોઈને ફોન ન કરી શકે તે માટે તેમણે સાસુના હાથ-પગ બાંધી દીધા હતા. અને રૂમને તાળું મારીને તેઓએ હત્યા કરી હતી. અને તેઓ વતન જવા નીકળી ગયા હતા