પડવાળી ક્રિસ્તી મેથીપૂરી એકદમ પોચી બને છે અને આ પૂરી બે થી ત્રણ મહિના સુધી ખરાબ ન થાય તેના માટે એક ઇન્ગ્રિડિયન્ટ પણ આમાં એડ કરવાની છે કારણ કે ઘણીવાર તેલવાળી વસ્તુમાં વાસ થઈ જતી હોય તો એ ટીપ્સ તમે ઉપયોગમાં લેશો તો નહીં થાય
તો સૌ પ્રથમ આપણે એક મસાલો તૈયાર કરીશું જેના માટે આ રીતે એક નાની ચમચી જેટલું જીરું લેવાનું છે અહીંયા આપણે અડધી ચમચી અજમો પણ તેમાં ઉમેરીશું અને આ બંને વસ્તુ આપણે સારી રીતે વાટી લેવાની છે અધકચરી વાટવાની છે અહીંયા પાવડર નથી કરવાનો પણ તેને જે સાઈઝ છે તેના કરતાં આપણે થોડીક તેને વાટી લઈએ એટલે આ રીતે અધકચરું વટાઈ જાય અને પછી આપણે તેને લોટમાં ઉમેરીએ તો લોટ જે છે તે પૂરી એકદમ સરસ થાય વળવામાં પણ આસાની રહે અહિયાં મેં દોઢ કપ મેંદો લઈ લીધો છે અને તેમાં હું દોઢ કપ ઘઉંનો લોટ એડ કરું છું. તમે ઈચ્છો તો આ નાસ્તો ફક્ત ઘઉંના લોટથી પણ બનાવી શકો છો ફક્ત ઘઉંના લોટનો ઉપયોગ કરશો તો પણ તે એકદમ ક્રિસ્પી અને પોચી બનશે પણ મેં અત્યારે બંને લોટ અડધા અડધા મિક્સ કર્યા છે આ મસાલો જે મેં વાટીને રાખ્યો છે તે હું અત્યારે એડ કરી દઉં છું અને સ્વાદ પ્રમાણે તેમાં એક ચમચી જેટલું મીઠું એડ કરું છું

ત્રણ ટેબલસ્પૂન મેં કસૂરી મેથી લીધી છે જેને આપણે હાથની મદદથી આ રીતે મેશ કરી અને ઉમેરી લઈએ બિલકુલ ભૂકો નથી કરવાનો પણ હળવા હાથે આ રીતે મેસેજ કરીને ઉમેરવાની છે ફ્રેન્ડ તો તમારે મેથી નો ટેસ્ટ ના જોઈએ તો તમે તે સ્કીપ કરી શકો છો સાદી પૂરી પણ આ રીતે બનાવી શકાય અડધી ચમચી મેં હળદર પાઉડર એડ કર્યો છે અને એક ચમચી મેં લાલ મરચાનો પાઉડર ઉમેર્યો છે અડધી ચમચી હું તેમાં વાટેલા મરી ઉમેરું છું. મરીનો પાવડર કરીને નથી ઉમેરવાનો અધકચરા વાટીને ઉમેરીશું એટલે તેનો ટેસ્ટ પણ આવશે અને આ લોટનો કલર કાળો નહિ પડે આ બધું જ બરાબર મેં મિક્સ કર્યું અને ત્યારબાદ તેની અંદર આ રીતે ચાર ટેબલ સ્પૂન જેટલું મોયણ એડ કરું છું તો મેં તેલના મોયરનો ઉપયોગ કર્યો છે તમે ઈચ્છો તો ઘી નું મોયણ પણ ઉમેરી શકો છો આ રીતનું મોયણ હોવું જોઈએ મિક્સ કર્યા બાદ તમે જુઓ મુઠ્ઠી પડતું મોયણ હશે તો પૂરી એકદમ સરસ ક્રિસ્પી બનશે
અને ખાવામાં પણ એકદમ સરસ તે પોચી બનશે આ રીતનું મોયણ હોવું જરૂરી છે હવે તેની અંદર હું આ રીતે લીંબુનો રસ ઉમેરું છું તો એક નાની સાઈઝ નું લીંબુ હતું જે આખું મે આ રીતે નીચોવી લીધું છે લીંબુનો રસ ઉમેરવાથી લાંબા સમય સુધી પૂરી ફ્રેશ રહે છે અને તેમાં તેલમાં તળવાની અથવા તેલનું મોયણ હોય તો ઘણીવાર વાસ થઈ જતી હોય છે લાંબા ગાળે તો એ નહીં થાય અને તમારી પૂરી એકદમ સરસ ફ્રેશ રહેશે અહીંયા પાણી ઉમેરી આપણે લોટ બાંધી લેવાનો છે લોટ આપણે બહુ કઠણ નથી બાંધવાનો અને એકદમ ઢીલો પણ નથી બાંધવાનો આ રીતે મીડીયમ કઠણ લોટ આપણે બાંધીને તૈયાર કરીશું અને લોટને આપણે ઢાંકી દઈએ અને લગભગ 15 થી 20 મિનિટ માટે આપણે તેને રેસ્ટ પર રાખીશું હવે આ પડવાળી ક્રિસ્પી પૂરી બનાવવા માટે મેં અહીંયા એક સાટો તૈયાર કર્યો છે જેના માટે મેં ચાર ટેબલ સ્પૂન ચોખાનો લોટ લીધો છે અને ચાર ટેબલસ્પૂન હું તેમાં ઘી ઉમેરી લઉં છું આ બંનેને આપણે સારી રીતે મિક્સ કરી લેવાના છે તો સાટો તમે ચોખાના લોટથી બનાવશો તો પૂરી એકદમ સરસ ક્રિસ્પી બનશે ખસતા બનશે અને એ જે પડ છે એ એકબીજા સાથે ચોટશે નહીં ફટાફટ તે એકબીજાથી અલગ થઈ જશે તો અહીંયા જુઓ આ સાતો આપણો તૈયાર થઈ ગયો છે

હવે લોટને રેસ્ટ કરીએ 15 મિનિટ થઈ ગઈ છે અને આમાં થોડુંક ઓઇલ ઉમેરી આ લોટને આપણે મસળીને સ્મૂધ કરવાનો છે તો અહીંયા આ લોટમાંથી આ રીતે આપણે થોડોક મોટી સાઇઝનો લૂઓ બનાવી લઈએ અને હવે આપણે તેને વણીને મોટી રોટલી વણવાની છે એકદમ પતલુ આપણે તેને વણવાનું છે અહીંયા ખાસ ધ્યાન રાખજો કે આજે રોટલી છે એ જાડી ના હોય અને આપણે એકદમ પતલી જ વણવાની છે આ રીતે તમે જુઓ એકદમ પાપડની જેમ પતલી વણવાની છે હવે આપણે જે સાટો તૈયાર કર્યો છે એ સાટો આપણે આ રીતે બે થી ત્રણ ચમચી જેટલો આની ઉપર લગાવીશું તો પહેલા હું આ રીતે બે ચમચી જેટલું સાટો ઉમેરું છું અને તેને હું પહેલા આ રીતે સ્પ્રેડ કરી લઉં છું એકદમ પતલી લેયર લગાડવાની છે બહુ જાડું નથી લગાડવાનું કારણ કે આ સાટુ હજી પણ આપણે આગળ લગાડવાનો છે અને કઈ રીતે એ તો તમને આગળ ખબર પડી જશે તો મેં અહીંયા લગભગ ત્રણ ચમચી જેટલો સાટો લગાવ્યો અને થોડોક કોરો લોટ પણ હું આની ઉપર આ રીતે ભભરાવી દઉં છું અને તેને પણ હું આ રીતે સ્પ્રેડ કરી લઉં છું અને હવે આપણે આનો એકદમ સરસ ટાઈટ રોલ વાળવાનો છે
તો આ રીતે એકદમ પતલો ટાઇટ રોલ આપણે આ રીતે વાળીશું આ રીતે મેં તેના પીસીસ કટ કરી લીધા છે એટલે નાના નાના લુવા થઈ જશે આપણે એક નાની સાઈઝની પૂરી વણી અને તે સાઈઝના આપણા આ લુવા તૈયાર થઈ જશે. અહીંયા જુઓ આની અંદર એકદમ સરસ પડ પણ તમને દેખાઈ રહ્યા હશે હવે આપણે અહીંયા નાની પૂરી વણી લઈએ તો નાની પૂરી વણવા માટે આ રીતે તમે જુઓ બિલકુલ હળવા હાથે વેલણને ઉપર અને નીચેની સાઈડ આ રીતે આપણે પ્રેસ કરીશું અને આપણે વણી લઈશું તો જુઓ એના પર પણ જુદા જુદા રહેશે અને એકબીજા સાથે ચોટશે નહીં. ચોખાનો લોટ છે એટલે ચોંટવાના તો નથી જ પણ આ રીતે તેને વળવાનું છે પછી વચ્ચે આપણે આજે સાટો તૈયાર કર્યો એ સાટો આ રીતે બિલકુલ થોડોક લગાવીશું અને પૂરીને આપણે આ રીતે અડધી ફોલ્ડ કરવાની છે અને ઉપરની સાઈડ આપણે ફરીથી થોડોક સાટો લગાવીશું આ રીતે બિલકુલ હળવા હાથે અને ફરીથી આપણે તેને આ રીતે ફોલ્ડ કરીશું. હવે આ રીતે આપણે તેને ફોલ્ડ કર્યું અને ચોંટાડ્યું અંદરનું પડ જે છે એ એકદમ સરસ ફ્રાય થાય કાચું ન રહે એ માટે આ રીતે હું તેને પ્રિક કરું છું કોકની મદદથી આ રીતે તેમાં કાણા પાડવાના છે એટલે અંદરથી પણ તે એકદમ સરસ ફ્રાય થઈ જશે અને કાચા નહીં રહે તો એકદમ સરસ તમે જુઓ આ રીતે પડવાળી આપણી ક્રિસ્પી પૂરી જે છે એ તૈયાર થઈ જશે હવે સેમ એ જ રીતે આપણે બાકીની પૂરી પણ વણી લેવાની છે હળવા હાથે જ આપણે ઉપર અને નીચેની સાઈડ તેને વણી લઈએ અથવા કોઈ એક સાઇડ આપણે તેને આ રીતે વણી લઈશું અને

ત્યારબાદ આપણે તેમાં આ સાટો લગાવીશું સાટો લગાવી આ પૂરીને આપણે ફોલ્ડ કરવાનો છે અને ઉપરની સાઈડ ફરીથી આપણે તેમાં સાટો લગાવીશું અને ફરીથી આપણે તેને ફોલ્ડ કરી લઈએ અત્યાર સુધી તમે જે પણ ખારી પુરી બનાવી હશે ખ્રિસ્તી પુરી બનાવી હશે તેના કરતાં તદ્દન અલગ તદ્દન જુદી બનાવો આ રીતે વણીને તૈયાર કરી છે વણતી વખતે આની ઉપર ભીનો રૂમાલ રાખવાનો એટલે તે સુકાય નહીં અને જે એકદમ ફ્રેશ રહે અને ફ્રેશ હોય એવી જ આપણે તેને ફ્રાય કરવાની છે તેને સુકાવા નથી દેવાની એ વાતનું ખાસ ધ્યાન રાખજો તો જ તમારી આ પૂરી એકદમ સરસ ફુલ છે મીડીયમ ફ્લેમ ઉપર આપણે તેને ફ્રાય કરવાની છે જેથી કરીને અંદર સુધી તે ફ્રાય થાય અને તમે જુઓ થોડીવારમાં જ આ પૂરી આ રીતે ઉપર ચડવા લાગે છે અને એકદમ સરસ છે અંદરથી ફૂલવા લાગે છે તો તેના જે પડ છે ને એ અંદરથી પણ અલગ રહે છે અને પૂરી દેખાવમાં પણ સરસ બને છે અને ખાવામાં તો એકદમ પોચી અને ક્રિસ્પી બને છે તો ફ્રેન્ડ્સ આજે પૂરી છે એ ગુલાબી થાય ત્યાં સુધી આપણે ફ્રાય કરવાની છે અને તમે જો એકદમ સરસ આ રીતે તેનો કલર ગુલાબી થાય થોડોક ગોલ્ડન થાય એટલે આપણે બહાર કાઢી લઈશું અને બાકીની પૂરી પણ આપણે સેમ એ જ રીતે ફ્રાય કરવાની છે ગેસની ફ્લેમ સ્લો ટુ મીડીયમ ઉપર રાખવાની છે અને સ્લો ટુ મીડીયમ ફ્લેમ ઉપર જ આપણે તેને પહેલા ફ્રાય કરીશું. થોડી ફ્રાય થઈને આ રીતે ઉપર આવે એટલે તેની સાઈડ ચેન્જ કરીશું અને મીડીયમ ફ્લેમ ઉપર જ ત્યારબાદ આપણે તેને ફ્રાય થવા દઈશું. તો જુઓ એકદમ સરસ છે ફૂલ છે બધી પૂરી આ રીતે ખુલશે અને એકદમ સરસ તેના પડ પણ અહીંયા તૈયાર થઈ જશે. આ રીતે ગુલાબી કલરના થાય એટલે આપણે આ પૂરીને બહાર કાઢી દઈએ તો ફ્રેન્ડ્સ આ ક્રિસ્પી અને ખસતા પડવાળી મેથીની પુરી ચા સાથે ખાવાની તો ખૂબ જ મજા આવે છે સાથે સાથે આપણું તમે બનાવીને તમારા બાળકોને હોસ્ટેલમાં આપશો તો ત્રણ મહિના સુધી ખરાબ નથી થતી મહેમાનો સામે ચા સાથે પણ મજા આવશે એટલે લોકો તેની ચોક્કસથી રીત પૂછવાના છે ફ્રેન્ડ્સ આ વિડીયો તમને કેવો લાગ્યો મને કોમેન્ટ સેક્શનમાં લખીને જણાવશો
તેલની બિલકુલ વાસ નહિ આવે | લાંબા સમય સુધી ચાલે તેવી પડવાળી ક્રિસ્પી પૂરી બનાવવાની રીત |