દેશની સૌથી સસ્તી ઈલેક્ટ્રીક કાર લોન્ચ, ક્લિક કરી જાણો શું છે કિંમત
ટાટા મોટર્સે દ્વારા આજે 28 સપ્ટેમ્બર ના રોજ ‘ટાટા ટિયાગો’ નું ઇલેક્ટ્રિક વેરિઅન્ટ લોન્ચ કરવામાં આવ્યું છે . આ કારની શરૂઆતની કિંમત 8.49 લાખ રૂપિયા છે. આ કાર દેશની સૌથી સસ્તી ઇલેક્ટ્રિક કાર છે. આ કાર એકવખત ચાર્જીંગ કાર્ય પછી 315 કિલોમીટરની રેન્જ આપશે.આ કાર માટે 10 October થી booking ચાલુ થશે અને જાન્યુઆરી 2023થી તમને મળશે મળશે. 8.49 લાખ રૂપિયાની સૌથી સસ્તી ઈલેક્ટ્રીક કાર છે
TATA આગામી 4 વર્ષમાં 10 બેટરી ઇલેક્ટ્રિક વાહનો luanch કરવાનું પ્લાનિંગ કરે છે. ટાટા તેમની નવી અપગ્રેડ કરેલ Tiago EV ને બે પ્રકારના બેટરી વિકલ્પો પ્રદાન કરશે જેથી કરીને ગ્રાહકોની જરૂરિયાતો અને બજેટ મુજબ તેઓ પસંદ કરી શકે. 19.2 kWh અને 24 kWh લિથિયમ-આયન બેટરી એ બે વિકલ્પો છે જેમાં આ EV હાલમાં ઉપલબ્ધ છે પરંતુ ભવિષ્યમાં, આ વિકલ્પો માંગ અને જરૂરિયાત મુજબ બદલાઈ શકે છે. 19.2 kWh માં માત્ર 3.3 kW AC ચાર્જર વિકલ્પ ઉપલબ્ધ હશે જે ઝડપી ચાર્જર હશે તેથી તેની બેટરી બિન-ડિટેચેબલ હશે. 24kWhમાં બે ચાર્જિંગ વિકલ્પો 3.3kW અને 7.2kW Ac ચાર્જિંગ વિકલ્પ હશે જે ઝડપી ચાર્જર હશે અને તે બિન-ડિટેચેબલ બેટરી હશે
19.2kWh બેટરી સાથે, આ EV બે વેરિઅન્ટમાં આવશે માત્ર XE જેની કિંમત રૂ. 8.49 લાખ છે અને XT જેની કિંમત રૂ. 9.09 લાખ છે. એક્સ-શોરૂમ કિંમત, અને 24kWh બેટરીમાં, 5 વેરિઅન્ટ વિકલ્પો ઉપલબ્ધ હશે. 3.3kW AC ચાર્જર હેઠળ, 3 વિકલ્પો XT છે જેની કિંમત રૂ.9.99 લાખ છે , XZ+ ની કિંમત રૂ .10.79 લાખ છે , XZ+ટેક LUX ની કિંમત રૂ.11.29 લાખ છે.