જામકંડોરણા ખાતે ખેડૂત નેતા અને છોટે સરદાર સ્વ. વિઠ્ઠલભાઇ રાદડીયાની સ્મૃતિમાં ધારાસભ્ય જયેશભાઇ રાદડીયા દ્વારા યોજાયેલા સાતમા શાહી સમુહલગ્નમાં 165 યુગલોએ પ્રભુતામાં પગલા પાડી નવા લગ્ન જીવનની શરૂઆત કરેલ હતી. આ પ્રસંગે આગામી વર્ષે આઠમો શાહી સમુહ લગ્નોત્સવ યોજવાની ધારાસભ્ય જયેશભાઇ રાદડીયાએ કરતા જ ગણતરીની મીનીટોમાં જ બે કરોડથી વધારેની રકમનું દાન જાહેર થયું હતું. સમાજના દાતાના સહયોગથી દર વર્ષની જેમ આ વર્ષે પણ દાતાઓના સહયોગથી રજવાડી ઠાઠમાઠથી આ સમુહલગ્ન યોજાયા હતા.

તમામ ક્ષેત્રના મહાનુભાવોએ આ પ્રસંગે એક લાખથી વધારે લોકોની હાજરીમાં લગ્ન જીવનના પંથે પ્રયાણ કરનાર 165 નવદંપતિઓને આશિર્વાદ પાઠવેલ હતા.આ સમુહ લગ્નમાં જોડાનાર દરેક દિકરીને કરીયાવરમાં 150થી વધારે ચીજવસ્તુઓ કરીયાવર રૂપે અર્પણ કરવામાં આવી હતી.


શાહી સમુહલગ્નોત્સવમાં દાનની સરવાણી વહાવતા દાતાઓનાં શાનદાર સન્માન કરવામાં આવ્યા હતા






