રોજ રોજ શાકની માથા કૂટ રસાવાળાં શાકની રેસીપી નોંધી લો | આખા અઠવાડિયા દરમિયાન બનાવી શકાય તેવા રસાવાળાં શાકનું મેનુ લીસ્ટ
બટાકાનું શાક : બટાકાનું રસા વાળું ખુબ પ્રિય હોય છે બધા લોકોને ગુજરાતીના કોઈ પણ પ્રસંગમાં બટાકાનું રસાવાળું શાક હોય છે સાથે ખીચડી કે રોટલા સાથે ખાવાની ખુબ મજા આવી જાય છે તો આવો આજ રસાવાળા બટાકાનું શાક બનાવવાની રેસીપી
બટાકાનું શાક બનાવવા માટે જરૂરી સામગ્રી : ૩૦૦ ગ્રામ બટાકા , ૨ નંગ ટામેટા , ૩ ટેબલસ્પૂન તેલ , ૧ ટીસ્પૂન રાઈ , ૧ ટીસ્પૂન જીરુ , ૨ લવિંગ , ૨ નંગ તજના ટૂકડા , ૧ નંગ બાદિયા , ૧ નંગ તમાલપત્ર , ૩-૪ દાણા મરી , ૨ નંગ સૂકા લાલ મરચાં , ચપટી હિંગ , ૧/૨ ટીસ્પૂન હળદર , ૧+૧/૨ ટીસ્પૂન લાલ મરચાં પાઉડર , ૧ ટેબલસ્પૂન ધાણાજીરુ , ૧ ટીસ્પૂન ગરમ મસાલો , ૧ ટીસ્પૂન ગોળ નો ભુકો , મીઠું સ્વાદ મુજબ , ૧ ટેબલસ્પૂન બારીક સમારેલી કોથમીર ,
બટાકાનું શાક બનાવવા માટેની રીત : સૌપ્રથમ બટાકા છોલીને ટુકડા કરી લેવા. ટામેટા કટ કરી લેવા. કુકરમાં તેલ ગરમ કરો. રાઈ, જીરું ક્રેક કરો. હવે તેમાં લવિંગ તજ તમાલપત્ર બાદિયા સૂકા લાલ મરચા નાખી સોતે કરી લો. હિંગ તથા હળદર નાખી અને ગેસની સ્લો ફ્લેમ પર તેમાં ટામેટા સાંતળી લો. હવે તેમાં બટાકાના ટુકડા એડ કરો. મીઠું નાખી મિક્સ કરો. 3 થી 4 મિનિટ સુધી સ્લો ફ્લેમ પર તેને રાખી તેમાં એક ગ્લાસ પાણી એડ કરો. પાણી ઉકળે એટલે કુકર બંધ કરી બે સીટી વગાડો. કુકર ઠંડું પડે એટલે ખોલો અને ફરીથી ગેસની સ્લો ફ્લેમ પર રાખો. હવે સામગ્રીમાં દર્શાવ્યા પ્રમાણેના તમામ મસાલા એડ કરી દો. મિક્સ કરો. બટાકા ના બે થી ત્રણ ટુકડાને ચમચીથી દબાવીને પ્રેસ કરો અને મિક્સ કરો.એટલે શાકનો રસો ઘટ્ટ બની જશે. હવે લીલા ધાણા નાખી ગેસ ઓફ કરી દો. તૈયાર છે બટાકા નું રસાદાર શાક. આ શાકને ખીચડી સાથે અથવા તો બાજરાના રોટલા સાથે ખાવાની ખુબ મજા આવે છે સાથે સેકેલા મરચા અને લીંબુ વારી ડુંગળી એટલે વધારે જલસા પડી જાય
સેવ-ટામેટાનું શાક બનાવવા માટે જરૂરી સામગ્રી : 200 ગ્રામ ટામેટાં સમારેલા , 1 વાટકી સેવ , 1 ચમચી લસણ ની ચટણી , 1 નાની ચમચી રાઈ , 3 ચમચી તેલ ,૧)૪ ચમચી હળદર , 1 ચમચી મરચું , 1 નાની ચમચી ધાણા જીરું , જરૂર મુજબ મીઠું , 1 ચમચી ખાંડ
સેવ-ટામેટાનું શાક બનાવવાની રીત : પેન માં તેલ ગરમ કરવા મૂકી ડો તેલ ગરમ થય એટલે તેમાં રાઈ નાખો રાઈ તતડી જાય એટલે તેમાં લસણ ની ચટણી નાખી હલાવી લેવું. તેમાં ટામેટાંનો વઘાર કરો . હવે શાક હલાવી તેમાં મીઠું, મરચું, હળદર, ધાણા જીરુ મસાલા નાખી હલાવી બે થી ત્રણ મિનિટ સુધીકુક થવા દયો.ટામેટાં ને ગળવા દયો. પછી તેમાં ખાંડ નાખી હલાવી લ્યો અને તેમાં સેવ નાખી હલાવી લ્યો અને ગેસ બંધ કરી દયો.તૈયાર છે સ્વાદિષ્ટ અને ટેસ્ટી સેવ ટામેટાં નું શાક.ભાખરી સાથે સરસ લાગે છે. ખીચડી સાથે પણ ખાય શકો છો.
સેવ ગલકાનું શાક બનાવવા માટે જરૂરી સામગ્રી : ૨૫૦ ગ્રામ ગલકા , ૧ વાડકી સેવ , ૬-૭ લસણ ની કળી , ૧ ચમચો તેલ , ૧ ચમચી રાઈ-જીરું , ૧ ચપટી હીંગ , ૧ ચમચી લાલ મરચું , ૧ ચમચી ધાણા-જીરું , ૧/૪ હળદર , ૧ ચમચી ખાંડ , મીઠું સ્વાદાનુસાર , પાણી જરૂર મુજબ , કોથમીર
ઊંધિયું બનાવવાની રીત | ઊંધિયું બનાવવા જરૂરી સામગ્રી
8 થી 10 નંગ મેથીની ઢોકળી , 2-3 નંગ નાના રીંગણ, 1 નંગ સરગવાની સિંગના ટુકડા કરેલા , 1 નંગ બટાકુ મીડીયમ સાઈઝ નો સમારેલું , 1/2 વાટકો વાલોર લીલી , 1/2 વાટકો વટાણાના , 1/2 વાટકો લીલા ચણા , 1/2 વાટકો લીલી તુવેર , 1/2 વાટકો વાલોર ના બી , 3 થી 4 નંગ નાના ટુકડા સુરણના , મીઠું સ્વાદ મુજબ , 1 ચમચી ગરમ મસાલો , 2-3 ચમચી કાશ્મીરી લાલ મરચું , 1 ચમચી ધાણાજીરું , 1/2 ચમચી હળદર , 1/2 વાટકો તેલ , 1 જોડી લીલું લસણ ઝીણું સમારેલું , ચમચી અડધી , 1/2 ચમચી હિંગ
ઊંધિયું બનાવવાની રીત : સૌપ્રથમ બધું જ શાકભાજી એકસરખું સમારીને ધોઈ લેવું. હવે કુકરમાં કુકરમાં તેલ મૂકી તેમાં રાઈ હિંગ લીમડો નાખી લીલું લસણ નાખવો. ત્યારબાદ તેમાં બધા શાકભાજી એક સાથે એડ કરી દેવા સાથે એક ટામેટાં ઝીણું સમારીને નાખી દેવું બધો જ મસાલો કરી દેવો અને 1/2 ગ્લાસ પાણી નાખી શાકભાજીને મિક્સ કરી ત્રણ સીટી વગાડી લેવી . ત્યારબાદ ગેસ બંધ કરી અને કુકરમાંથી હવા નીકળવા દેવી હવે તેમાં ઢોકળી નાખી અને હલાવી લેવું. એક થી બે ઢોકળી ને ચીરા કરીને નાખી દેવી. જેનાથી શાકનો ટેસ્ટ પણ સરસ આવે અને સુગંધ પણ સરસ આવે અને ગરમ મસાલો નાખી તેને સર્વિંગ બાઉલમાં કાઢી લેવું તૈયાર છે સરસ મજાનું સુગંધીદાર ઊંધિયું
તુરીયાનું શાક બનાવવા જરૂરી સામગ્રી: 250 ગ્રામ તુરીયા, 2 ચમચા તેલ , 5-6 કળી અધકચરું વાટેલું લસણ , ચપટી હીંગ , 1/4 ચમચી હળદર , 1 ચમચી ધાણાજીરું , દોઢ ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું પાઉડર, સ્વાદમુજબ મીઠું , સહેજ ખાંડ (ઓપ્સનલ) , 1/4 ચમચી લીંબુનો રસ (ઓપ્સનલ)
તુરીયાનું શાક બનાવવા માટેની રીત : તુરીયાને ધોઈને એની છાલ ઉતારી લો. પછી એના કટકા કરી લો. એક કઢાઈમાં તેલ મૂકી એને ગરમ થવા દો.થોડું ગરમ થાય એટલે એમાં હીંગ તથા લસણ ઉમેરી સહેજવાર સાંતળો પછી એમાં તુરીયા ઉમેરો. પછી તુરીયાને હલાવી લો. હવે એમાં મીઠું, હળદર,ધાણાજીરું તથા લાલ મરચું ઉમેરો.પછી એને પાણી નાંખ્યા વિના ઢાંકી ને ચડવા દો. લગભગ 8-9 મિનિટ સુધી માં ચડી જશે.હવે ભાખરી,રોટલી કે પરાઠા સાથે પીરસો.