તીખા ગાંઠીયા બનાવવાની રેસીપી સ્ટેપ બાય સ્ટેપ અને ફાફડી ગાંઠીયા બનાવવાની રેસીપી સ્ટેપ બાય સ્ટેપ અને વણેલા ગાંઠીયા બનાવવાની રેસીપી સ્ટેપ બાય સ્ટેપ અને ભાવનગરી ગાંઠીયા બનાવવાની રેસીપી સ્ટેપ બાય સ્ટેપ
તીખા ગાંઠીયા બનાવવાની રેસીપી
સામગ્રી:
2 કપ ચણા નો લોટ , 1/4 કપ તેલ , 1 ટીસ્પૂન મરી પાઉડર , 1 ટીસ્પૂન અજમો, 1 ચમચી લાલ મરચાં પાઉડર, નમક સ્વાદ મુજબ, પાણી બને તેટલું
રીત:
એક મોટી બાઉલમાં ચણા નો લોટ, મરી પાઉડર, અજમો, લાલ મરચાં પાઉડર અને નમક નાખો. તેમાં તેલ ઉમેરો અને સારી રીતે મિક્સ કરો જેથી બધું સમાન રીતે મિક્સ થાય. હવે ધીમે ધીમે પાણી ઉમેરતા જાઓ અને સખત લોટ બાંધો. લોટને 15-20 મિનિટ માટે ઢાંકી રાખો. લોટમાંથી નાના-નાના ગોળા બનાવો અને તેની લુક્કો બનાવો. સંચાની મદદથી ગરમ તેલમાં તળો ત્યાં સુધી તે સુવર્ણ રંગના અને કરકરા ન થાય.
ફાફડી ગાંઠીયા બનાવવાની રેસીપી
સામગ્રી:
1 વાટકી બેસન , 4 ચમચી મોણ માટે તેલ , નમક સ્વાદ અનુસાર , ચપટી હિંગ , 1 ચપટી ગાઠીયા ના સોડા ,તળવા માટે તેલ
રીત : સૌથી પહેલા બેસન ને ચાળી લો.તેમાં નમક,હિંગ,સોડા ઉમેરી ને મિક્સ કરો.એમ પાણી વડે લોટ બાંધો.ખૂબ કઠણ નહીં ને ઢીલો પણ નહી એવો લોટ બાંધો. લોટ ને તેલ વાળો હાથ કરી ને ખૂબ જ કેળવો. સંચા માં પટી જારી રાખી ને તેલ લગાડો. સંચા માં લોટ ભરી લો.તેલ ગરમ કરવા મુકો.તેલ થાય એટલે ગાઠીયા ઉતારો. તૈયાર છે ફાફડી ગાઠીયા. ગરમ ગાંઠીયા, ગરમ ચા સાથે સર્વ કરો.
વણેલા ગાંઠીયા બનાવવાની રેસીપી
સામગ્રી: ૫૦૦ ગ્રામ બેસન, 1 ચમચી અધકચરા વાટેલા મરી , 1 ચમચી અજમો , 1 ચમચી મીઠું , ૧ ચમચી ગાંઠિયાનાં સોડા , ૪ચમચી તેલ મોણ માટે , પાણી જરૂર મુજબ , ૨ ચમચી હિંગ , તળવા માટે તેલ
વણેલા ગાંઠીયા બનાવવાની રીત : સૌપ્રથમ લોટ લઇ તેમાં મરી અને અજમો ઉમેરો હવે એક બાઉલમાં પાણી લઈ તેમાં તેલ મીઠું અને સોડા ઉમેરી એકદમ સરસ મિક્સ કરી લો અને લોટમાં ઉમેરો અને લોટ ની કણક તૈયાર કરી લો હવે આ લોટમાં નાખીને 30 મિનિટ સુધી રહેવા દો પછી તેને ફરી થી એકદમ સરસ મસળી લો . હવે એક કડાઈમાં તેલ લઈ તેને ગેસ ઉપર ગરમ કરવા મૂકો અને લોટ માંથી લુવા લઈને લાકડા નાં પાટલા ઉપર હલ્કા હાથે વણી લો . પછી આ વણેલા ગાંઠિયાને તેલમાં તરતા જાવ અને બહાર કાઢતા જાવ ને ઉપર થી હિંગ છાંટી દો અને પછી તેને ગરમા ગરમ ચા અથવા દહીં સાથે સર્વ કરો . તૈયાર છે સ્વાદિષ્ટ અને સરળ વણેલા ગાંઠિયા
ભાવનગરી ગાંઠીયા બનાવવાની રેસીપી
સામગ્રી:
250 ગ્રામ બેસન , 2 ટેબલ સ્પૂન તેલ , 2 ટેબલ સ્પૂન પાણી , 1/2 ટી સ્પૂન અજમો , 1/2 ટી સ્પૂન ક્રશ કરેલા મરી , 1 ટી સ્પૂન હીંગ , મીઠું સ્વાદ મુજબ , તેલ ડીપ ફ્રાય માટે
ભાવનગરી ગાંઠીયા બનાવવાની રીત: સૌપ્રથમ એક બાઉલ મા બેસન, હીંગ, અજમો, મરી અને મીઠું લેવુ. એક મીક્ષર જાર મા 2 ટેબલ સ્પૂન તેલ અને પાણી લઈ બ્લેન્ડ કરી લો. એ મીશ્રણ ને બેસન મા એડ કરી લોટ બાંધી લો. જરૂર જણાય તો જ પાણી એડ કરવુ. લોટ ને ગાંઠીયા ના સંચા મા ભરી, ગાંઠીયા તેલ મા પાડી ડીપ ફ્રાય કરી લો. મીડિયમ ફ્લેમ પર ફ્રાય કરો. ગાંઠીયા ને ચા, અથાણા, કાંદા સાથે સર્વ કરો.