ઘઉંના લોટની ફરસી પૂરી બનાવવાની રીત | ફરસી પૂરી | farsi puri | puri bnavvani rit

બાળકોને મનપસંદ નાસ્તો બનાવવા માટે આ રીતે બનાવો હેલ્થી ઘઉંના લોટની ફારસી પૂરી જે બાળકોને ખુબ ભાવશે અને બાળકોના શરીર માટે હેલ્થી પણ છે

ઘઉંના લોટની ફારસી પૂરી બનાવવા માટે જરૂરી સામગ્રી : 2 કપ ઘઉંનો લોટ , 1/4 કપ રવો , 4 ચમચી તેલ મોણ માટે , 2 ચમચી લાલ મરચું પાઉડર , 1 ચમચિ હળદર , ચપટી હિંગ , સ્વાદ અનુસાર મીઠું , ૨ ચમચી અધકચરા વાટેલા જીરું , 1 ચમચી હાથેથી મશરેલા અજમા , 2 ચમચી તલ , લોટ બાંધવા માટે જરૂર મુજબ પાણી , પૂરી તળવા માટે તેલ

સૌ પ્રથમ ઘઉંનો લોટ, રવો,હળદર, મીઠું, મરચું,અજમા, જીરૂ, હીંગ અને તલ લો. હવે તેમાં તેલનું મોણ નાખો. થોડું મુઠીયા પડે તેટલું મોણ નાખવાથી પૂરી સરસ ફરસી થાય છે. હવે લોટમાં જરૂર મુજબ પાણી નાંખી અને લોટ બાંધી લો . લોટને પંદરથી વીસ મિનિટ માટે રેસ્ટ આપી અને પૂરી વણી લો. . પૂરીને મધ્યમ ગેસ ઉપર ગુલાબી પૂરી તળી લો. તો તૈયાર છે ઘઉં ના લોટ ની ફરસી પૂરી જે ચા સાથે, અથાણા સાથે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. આ ફારસી પુરી સર્વ કરવા માટે ગરમ ગરમ મસાલેદાર ચા

આ પૂરી ઘઉંના લોટમાંથી બનાવેલ હોવાથી તે પચવામાં ઝડપી છે અને ખાવામાં પણ ખુબ ટેસ્ટી છે જો તમને અમારી આ રેસીપી પસંદ આવી હોય તો કમેન્ટ કરીને જરૂર જણાવજો અને જો બીજી આવી અવનવી રેસીપી મેળવવા માંગતા હોય તો પણ કમેન્ટ કરીને જણાવજો

આ પણ વાંચો :

Leave a Comment