વરસાદની સીઝન ચાલુ થાય ગય છે એટલે ગરમા ગરમ નાસ્તો મળી જાય એટલે મજા આવી જાય અને ગુજરાતી લોકોને વરસાદ આવે એટલે દરેક ના ઘરમાં ભજીયા બને છે ભજીયા તો બધા લોકો બનાવે છે પરતું તમે ક્યારેય ગોગડી ઘરે બનાવી છે મોટા ભાગે બધા લોકો ગોગડી દુકાનેથી તૈયાર લેતા હોય છે જો તમે આ રીતથી ઘરે ગોગડી બનાવશો તો બજારમાં મળતી ગોગ્દીનો સ્વાદ ભૂલી જશો અને વારંવાર ઘરે જ ગોગડી બનાવશો આ રેસીપી સારી લાગે તો જરૂર કમેન્ટ કરજો અને બીજી અવનવી રેસીપી મેળવવા માંગતા હોય તો પણ જરૂર કમેન્ટ કરજો જેથી કરીને તમને તમારી મનપસંદ રેસીપી તમારી સાથે શેર કરી શકીએ
ચોમાસાની સિઝનમાં બનાવો ગરમા ગરમ ગોગડી બનાવવા જરૂરી સામગ્રી :
1 કપ બેસન , 1 કપ મેથીની ભાજી , 1 કપ કોથમીર , 2 નંગ લીંબુ , 2 ચમચી ચોપ કરેલુ આ દુ , 2 ચમચી ચોપ કરેલુ લસણ , 5 નંગ લીલા તીખા મરચા ચોપ કરેલા , મીઠું સ્વાદ પ્રમાણે , 1 ચમચી હીંગ , તેલ તળવા માટે , 2 ચમચી પાણી
સૌ પ્રથમ તો એ એક બાઉલમાં ઝીણી સમારેલી ભાજી ઝીણી સમારેલી કોથમીર લેવી. પછી તેમાં 1 નંગ લીંબુ નો રસ અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરવું. પછી તેને 5 મીનીટ સાઇડમાં મા રાખી મુકવું. પછી તળવા માટે તેલ ગરમ મુકવું. પછી સાઇડમાં રાખેલું બાઉલ લઇ તેમાં આદુ, લસણ, અને મરચા નાખવા. પછી તેમાં ધીમે ધીમે બેસન ઉમેરતુ જવુ. અને ખીરું તૈયાર કરો. પછી જયારે ભજીયા પાડવા હોય ત્યારે તેમાં પાણી ઉમેરો. પછી ખીરું ચારેય આંગળી મા લઇ અંગૂઠા ની મદદથી ગરમ તેલ મા ભજીયા પાડવા. ભજીયા ગોલ્ડન કલર ના થાય ત્યાં સુધી તળવા. પછી તેને એક પ્લેટ મા લઇ તેની પર હીંગ સ્પીરનકલ કરવી.પછી તેને લીંબુ નો રસ એક પ્લેટ મા લઇ તેની પર હીંગ અને મીઠું ઉમેરવું. તેની સાથે સર્વ કરવા. સાથે ઝીણી ડુંગળી સમારેલી લેવી. આ ભજીયા ને ગરમા ગરમ જ સર્વ કરવા. વરસાદ મા આ ભજીયા ખાવાની મજા આવે છે.