કાંચીના પલ્લવ વંશના શાસકોનો યુગ “દક્ષીણ” ભારતના રાજકીય અને સાંસ્કૃતિક, ઈતિહાસનો એક ત્રાહગાર યુગ છે. પલ્લ્વોની રાજધાની કાંચી દક્ષીણમાં સાહિત્ય અને વિદ્યાનું કેન્દ્ર હતી.પલ્લવ સાહિત્યમાં સંસ્કૃત અને તમિલ ભાષાના અનેક ગ્રંથો જોવા મળે છે, આ ગ્રંથોના મત વિલાસ પ્રહસન અને અવંતીસુંદરી કથા મહત્વની છે. તમિલ ગ્રંથોમાં નંદીકલંબ્બકમ વગેરે મહત્વના છે. યુ એન સાંગ ઈ.સ. 640માં પલ્લવોની રાજધાની કાંચીની યાત્રા કરી હતી. તેના સમયે નરસિંહવર્મન પ્રથમ સજ્ય કરતો હતો. કાંચી ધર્મમાલા બોધિસત્વ નામના ધર્મ ગુરુની જન્મભૂમી હતી. આ ઉપરાંત અહી ઘણા બૌદ્ધ વિહરોપણા આવેલા હતા. પલ્લવ વંશનો ઈતિહાસ જાણવામાં સૌથી વધારે સાધન અભિલેખો છે, જે તામ્રપત્રો અને શિલાખંડો ઉપર કોતરવામાં આવ્યા છે. તેમાં પ્રાકૃત અને સંસ્કૃત બંને ભાષાઓનો પ્રયોગ કરવામાં આવ્યો છે.
પલ્લવોનાસમકાલીન રાષ્ટ્રફૂટો અને ચાલુક્યોના અભિલેખો પરથી પણ પલ્લવ રાજવંશ વિષે ઘણી માહિતી મળે છે. પલ્લવ રાજવંશની ઉત્પત્તિ વિષે ઈતિહાસકારોમાં ઘણા મત મતાંતરો પ્રવર્તે છે પલ્લ્વોને પહલવ, વાકાટક જેવા વંશો સાથે જોડવામાં આવે છે પલ્લવ વંશ વિષે એવું પણ જાણવા મળે છે કે તેઓ સાત વાહનોના સામંત હતા અને તેના પતન બાદ સ્વતંત્ર શાસકો બન્યા હતા, તેઓના શરૂઆતના અભિલેખો પ્રાકૃત ભાષામાં હતા તે સાતવાહનો સાથે તેમણે સંબંધ સ્પષ્ટ કરે છે ઈસુની બીજી સદીમાં પલ્લવ પલ્લવ વંશનો પ્રથમ રાજવી સિંહ વર્મન થઇ ગયો. તેના પછી શિવસ્કંદવર્મન, વિષ્ણુયોગ જેવા રજાઓ થઈ ગયા વિષ્ણુગોપ પછી પલ્લ્વોનો ઈતિહાસ અનિશ્ચિતા મળે છે.1) સિંહવિષ્ણુ (ઈ.સ. 575- 600) તેના સમયની મહાન પલ્લ્વોના યુગની શરૂઆત થાય છે. તેણે કાંચી (કાંચીપુરમ)ને રાજધાની બનાવી હતી, તેણે ચોલમંડલમ જીતી લઈ કલભ્રોને સખ્ત હર આપી હતી અને પલ્લ્વોની સરહદોને કાવેરી નદી સુધી વિસ્તારી હતી. આ વિજયની યાદમાં તેણે “અવનીસિંહ” (“Lion of the earth”) નામે બિરુદ ધારણ કર્યું હતું તેણે સિલોનના રાજાને જાણ હર આપી હતી સિંહવિષ્ણુની આ સિધ્ધિઓને કારણે તેને પલ્લવ વંશનો વાસ્તવિક સ્થાપક માનવામાં આવે છે. સિંહ વિષ્ણુએ મામલપૂરમાં વારામંદિર બંધાવ્યું હતું, તેની રાજસભામાં સંસ્કૃતના મહાકવિ ભારવી શીભા વધારતા હતા કે જેણે મહાન કૃતિ “કિરાતાર્જુનનિયમ” ની રચના કરી હતી. 2) મહેન્દ્રવર્મન પ્રથમ (ઈ.સ. 600 – 630)
તે સિંહ વિષ્ણુનો પુત્ર હતો તેનો સમય યુદ્ધ અને શાંતિ બંને માટે જાણીતો છે તો કવિ અને સંગીત સંગીતજ્ઞ પણ હતો.તેના સમયમાં ચાલુક્ય રાજા પુલકેશી બીજાએ પલ્લવ રાજ્ય પર આક્રમણ કર્યું હતું અને પલ્લવ રાજ્યનો ઉતરનો ભાગ પુલ્લારલુરના યુધ્ધમાં જીતી લીધો હતોત્યારબાદ તેણે પુલકેશી બીજાને પણ હરાવ્યો હતો. તેણે વિચિત્રચિત્રા ગુણભર અને મન વિલાસની ઉપાધિ ધારણ કરી હતી તેણે નયનાર સંત(શૈવ- મુની) અપ્પારના પ્રભાવમાં આવીને શૈવ- ધર્મ અંગીકાર કર્યો હતો તથા જૈન ધર્મનો ત્યાગ કર્યો હતો. મહેન્દ્રવર્મન સ્થાપત્યકલાનો શોખીન રાજા હતો. તેણે બ્રહ્મા, વિષ્ણુ, મહેશના મંદિરો ખડકો કોતરીને તૈયાર કરાવ્યા હતા. આ ઉપરાંત ત્રીચનાપલ્લી, વલ્લભ વગેરે સ્થળોએ પણ મંદિરોનું નિર્માણ કર્યું હતું. તેણે ચિત્ર મેઘ અને મહેન્દ્રવાડી નામના તળાવો પણ બંધાવ્યા હતા. રુદ્રચાર્ય તેના સંગીતના ગુરુ હતા. તેણે મત વિલાસ પ્રહસન નામનું નાટકપણ લખ્યું હતું. તેણે મહાબલીપુરમના ગુફા મંદિરો બાંધવાનું શરુ કર્યું હતું આ રીતે તેણે ખડકોને કોતરીને મંદિર બનાવવાની પ્રથાની શરૂઆત કરી હતી તે ચાલુક્યો સામે યુદ્ધ લડતા મૃત્યુ પામ્યો હતો. નરસિંહ વર્મન પ્રથમ (મહામલ / મામલ્લ) (ઈ.સ. 630 – 668) તે મહેન્દ્ર વર્મનનો પુત્ર હતો અને પલ્લવ રાજવંશો સૌથી શક્તિશાળી રાજા હતો. તેણે પોતાના પિતાનો બદલો વાળવા માટે પુલકેશી બીજા પર આક્રમણ કર્યું હતું. અને તેને ત્રણ વાર હરાવ્યો હતો તેણે ઈ.સ. 642માં પુલકેશી બીજાને હરાવીને તેની હત્યા કરી હતી. અને ત્યારબાદ બાદામી (વાતાપી)ના મંદિરનો શિલાલેખ પર આ વિજયનો ઉલેખ્ખ કરાવ્યો હતો. આ વિજયના અંતે નરસિંહવર્મને વાત્રાપીકોડાની ઉપાધી ધારણા કરી હતી. ચાલુક્યો વિરુદ્ધના યુધ્ધમાં તેને લંકાના રાજકુમાર માનવવર્માની મદદ મળી હતી આથી માનવવર્માને સિંહલ દ્વીપની ગાદી મેળવવામાં મદદ કરી હતી તેમજ જયારે માનવવર્માની વિરુદ્ધ બળવો થયો ત્યારે નરસિંહવર્મને કુચ કરીને તેને મદદ કરી હતી. તેની આ કુચ લંકા વિજયી રામ સાથે સરખાવવામાં આવે છે. મહાબલીપુરમમાં તેણે રથમંદિરનું નિર્માણ કરાવ્યું હતું અને આ સમયે મહાબલીપુરમ એક મહત્વનું બંદર પણ હતું તેના માનમાં મહાબલીપુરમ મામલ્લાપુરમ તરીકે પણ ઓળખાય છે, તેણે ચોળ, ચેરા અને કાલભ્રને પણ હરાવ્યા હતા. આ રીતે તેણે મદ્રાસની દક્ષીણે મહાબલીપુરમ નગર પણ વસાવ્યું હતું. તેના સમયમાં ચીની મુસાફર હ્યુ એન સાંગે કાંચી વિદ્યાપીઠની મુલાકાત લીધી હતી.
(640) હ્યુ એન સાંગના વર્ણન મુજબ રાજ્યમાં લોકો ખુશ હતા અને ખેતીવાડીનો સારો વિકાસ થયો હતો. 4) મહેન્દ્રવર્મન બીજો (ઈ.સ. 660- 670) તેનો શાસનકાળ ખુબ જ અલ્પ હતો અને તેના સમયમાં ચાલુક્ય- પલ્લવ સંઘર્ષ ચાલુ રહે છે અને તે ચાલુક્યોની સામે લડતા મૃત્યુ પામે છે 5) પરમેશ્વર પ્રથમ (પરમેશ્વર્મન) (ઈ.સ. 670 – 700) તેના સમયમાં પણ પલ્લવ-ચાલુક્ય સંઘર્ષ ચાલુ રહ્યો હતો. પરમેશ્વર શૈવધર્મનો અનુયાયી હતો. તેણે મામલપૂરમાં ણેશ મંદિર બંધાવ્યું હતું અને વિદ્યા વિનીતની ઉપાધી ધારણ કરી હતી. તેણે કાંચીમાં મંદિર બંધાવ્યું હતું અને ચાલુક્ય રાજા વિક્રમાદિત્યને હરાવ્યો હતો. 6) નરસિંહ વર્મન દ્વિતીયા (રાજ સીમ્હા) (ઈ.સ. 700 – 728) તેના સમયમાં સાહિત્ય અને કલાની અદ્વિતીય પ્રગતી થઈ હતી. તેણે કાંચીનું કૈલાશનાથ મંદિર અને મહાબલીપુરમનું શૌર મંદિર બંધાવ્યું હતું. સંસ્કૃતના પ્રકાર પંડિત દંડી તેનો રાજ દરબાર શોભાવતા હતા તેણે રાજસિંહ શંકરભક્ત અને અગમપ્રિય જેવી ઉપાધી ધારણા કરી હતી.
તેણે ચીનમાં પોતાના દ્રત મોકલ્યા હતા અને ચીની બૌદ્ધ પાત્રીઓ માટે નાગપટ્ટમાં એક મોટું વિહાર બંધાવ્યું હતું.
7) પરમેશ્વર બીજો (ઈ.સ. 728 – 731) ચાલુક્ય રાજા વિક્રમાદિત્યે કાંસી ઉપર આક્રમણ કરીને તેને મારી નાખ્યો હતો. સિંહ વિષ્ણુ વંશનો તે અંતિમ શાસક હતો. નંદીવર્મન બીજો (ઈ.સ. 731 – 795) સિંહ વિષ્ણુની પરંપરાનો કોઇપણ વંશજ હયાત ન હતો આથી ભીમવર્માની પરંપરાનો એક શાસક નંદીવર્મન બીજો ગાદીએ બેસાડવામાં આવ્યો. તેના સમયમાં રાષ્ટ્રકૂટ રાજાએ ચી પર આક્રમણ કરીને તેને હરાવ્યો હતો ત્યારબાદ બંને વચ્ચે સંઘી સ્થપાઈ હતી, અને રાષ્ટ્રકૂટ રાજાએ પોતાની રાજકુમારી રેવાના વિવાહ નંદી વર્મન સાથે કર્યા હતા. નંદીવર્મન વૈષ્ણવ ધર્મનો અનુયાયી હતો. તેણે કાંચીમાં મુક્તેશ્વર અને વૈકુઠ પેરામલ મંદિરનું નિર્માણ કરાવ્યું હતું પ્રસિદ્ધ વૈષ્ણવ સંત તિરુસંગઈ અલવાર તેના સમકાલીન હતા 9) દંતીવર્મન (ઈ.સ. 795 – 846) તે રાષ્ટ્રકૂટ રાજકુમારી રેવાનો પુત્ર હતો. પરંતુ તેના શાસનકાળમાં રાષ્ટ્રકુટો અને પલ્લ્વોના સબંધો બગડ્યા હતા અને ગોવિંદ ત્રીજા નામના રાષ્ટ્રકૂટ શાસકે તેના પર આક્રમણ કર્યું હતું. અને કાવેરી નદીના ક્ષેત્ર પર પોતાનું આધિપત્ય જમાવ્યું હતું.
10) નંદીવર્મન ત્રીજો (ઈ.સ. 846 – 869) તે દંતીવર્મનનો પુત્ર હતો તેણે પાંડ્યોને તૈલારુના યુધ્ધમાં હરાવ્યા હતા.
તેણે રાષ્ટ્રફૂટો સાથે મૈત્રી સબંધ સ્થાપિત કર્યા હતા, રાષ્ટ્રકૂટ રાજા અમોઘવર્ષની રાજકુમારી શંખાના લગ્ન તેની સાથે થયા હતા. તે શૈવધર્મી હતો અને તેની સભામાં પ્રસિદ્ધ સંત પ્રરૂદેવનાર તેના દરબારને શોભાવતા હતા. 11) નૃપતુંગ વર્મન (ઈ.સ. 869 – 880) તેણે પાંડ્યોને હરાવ્યા હતા, તેઓ વેદ, વેદાંત, ન્યાય, પ્રસંગ, ધર્મશાસ્ત્ર …. શિક્ષણની યોગ્ય વ્યવસ્થા કરી હતી. અને પલ્લવ રાજ્યને વિદ્યાનો વારસો આપ્યો હતો.
12) અપરાજિત (ઈ.સ. 880 – 893) તે પલ્લવ વંશનો છેલ્લો મહાન રાજા હતો તેણે ચૌલરાજા આદિત્ય મહેલાની મદદથી પાંડય રાજા વર્ગુણ બીજાને શીપુરમ્બીયમના યુધ્ધમાં હરાવ્યો હતો, પરંતુ તેના મિત્ર આદિત્ય પ્રથમે તેની હત્યા કરી નાખી અને તૌડઈમંડલમ જીતી લીધું. તેના પછી નંદીવર્મા ચોથો અને કંપવર્મા રાજા બન્યા પરંતુ તેઓ નિર્બળ હતા અંતે ચૌલ રાજાઓએ પલ્લવ રાજ્યને પોતાના સામ્રાજ્યમાં સામેલ કર્યું હતું. પલ્લવ યુગનુ વહીવટીતંત્ર પલ્લવો બ્રાહ્મણો-ધર્મના કટ્ટર અનુયાયીઓ હતા. તેઓ શૈવ અથવા વૈષ્ણવ ધર્મ સાથે સંકળાયેલા હતા. પલ્લવોની શાસન પધ્ધતીના મૂળતત્વો ગુપ્ત અને મૌર્ય વહીવટી પદ્ધતિની છાંટ ધરાવે છે. રાજા સર્વોચ્ચ અધિકારી હતો અને તેની ઉત્પતિ દૈવીય માનવામાં આવતી હતી. યુવરાજનું પદ પણ મહત્વનું હતું અને વહીવટમાં તેઓ પોતાની મહત્વપૂર્ણ ભૂમિકા બજવતા હતા. પલ્લવ સમ્રાટોને સલાહ માટે એક મંત્રી પરિષદ હતી. વૈકુઠ પેરુમલ મંદિરમાં નંદી વર્મન ત્રીજાની મંત્રીઓને રહસ્યાદીક કહેવામાં આવતા હતા.