


શ્રી ખોડિયાર જયંતિનો ઈતિહાસ..
ઈતિહાસ તપાસીએ તો ખ્યાલ આવે કે.. શ્રી ખોડિયાર માતાજી જ્ઞાતિએ ચારણ હતા. તેમનાં પિતાનું નામ મામડિયા અથવા મામૈયા અને તેમના માતાનું નામ દેવળબા અથવા મીણબાઈ હતું. મામડિયા અને દેવળબાને સંતાનમાં કુલ સાત દીકરી અને એક દીકરો હતા. જેઓનાં નામ આવડ, જોગડ, તોગડ, બીજબાઈ, હોલબાઈ, સાંસાઈ, જાનબાઈ (ખોડિયાર) અને ભાઈ મેરખિયો અથવા મેરખો હતાં. શ્રી ખોડિયાર માતાજીનું વાહન મગર છે. શ્રી ખોડિયાર માતાજીનો જન્મ આશરે 7મી સદીમાં મહા સુદ આઠમના દિવસે થયો હતો. જેથી આ દિવસે ખોડિયાર જયંતિ ઉજવવામાં આવે છે.







