એક ખૂબ સરસ અને સાચી લવ સ્ટો રી …!!!જા પાનમાં બ નેલી આ ઘટના છે..એ ક વૈજ્ઞાનિક ભાઈ બહારગામ ગયા હતા જે એક વર્ષ પછી ઘરે આવે છે અને એના ઘરની સાફ-સફાઇ કરતા હતા. ત્યારે એની નજર એક દિવાલ પર ગઇ.. એક ગરોળી એક ખીલ્લીમાં ફસાયેલી હતી.. અને એ જીવતી હતી… એ ભાઇ ને યાદ આવ્યું કે એ ખી લ્લી એક વર્ષ પહેલા લગાવી હતી તો પછી આ ગરોળી એક વર્ષ સુધી જીવતી કેવી રીતે રહી..?? ભાઇ એ મનું કામ છોડીને એ ગરોળી સામે બેસી ગયા એ જોવા કે આ ગરોળી જીવતી કેવી રીતે રહી..?
આખો દિવસ નીકળી ગયો સાંજ પડે એક બીજી ગરોળી આવી અને ફસાઇ ગયેલી ગરોળીના મોંમા ખાવાનું મૂકી ગઇ હવે પેલા ભાઇના મનમાં બીજો સવાલ થયો કે આ ફસાઇ રહેલી ગરાળી નર છે કે માદાં.? એ ભાઇ બન્ને ગરોળીને લેબ લઇ જઇને ચેક કરે છે તો ખબર પડે છે કે જે ગરોળી ફસાઇ હતી એ નર હતી અને બીજી માંદા, . એટલે ભાઇને થાય છે જો ફસાયેલી ગરોળી માંદા હોત તો જીવતી ના હોત્..!!ખરાબ સમયમાં સ્ત્રી જેટલી પુરુષને મદદ રૂપ થાય છે એટલો કદાય પુરુષ નથી થઇ શકતો….!!!
ગઈકાલે રાત્રે તારા પગ દુખેલા?’ મેં ફેસબુક મેસેન્જરમાં લખ્યું. ‘ના જરાય નહીં. કેમ અચાનક છેક આવો સવાલ?’ એણે કહ્યું.
‘ઓહહહ’ મેં ઉદાસીવાળુ ઈમોજી મોકલ્યું. ‘પણ કેમ?’ એણે ફરી પૂછ્યું. ‘ના, એમ તો કંઈ નહીં પરંતુ ગઈકાલે તું આખી રાત મારા મનમાં દોડાદોડી કરતી હતી. એટલે મને થયું કે, આજે કદાચ તારા પગ દુખ તા હશે.’ મારી વાત સાંભળીને એણે તરત તો કંઈ જવાબ નહીં આપ્યો પરંતુ પછી એણે મને એક સ્માઈલી મોકલ્યું. પછી અમારી વચ્ચે એમ જ થોડી ચેટ થઈ અને જેમ જેમ અમારી ચેટ આગળ વધતી જ તી હતી એમ અમે એકબીજાના પ્રેમ માં ગળાડૂબ થવા માંડ્યાં. એ દિવસ આમ પણ મારી નોકરીનો છેલ્લો દિવસ હતો એટલે મારા ભાગે ઝાઝું કામ નહોતું. છેલ્લા દિવસે અમને સાથે બેસીને લંચ કરવાની ઈચ્છા હતી પરંતુ મારા સ્ટાફ મેમ્બર્સ મ ને ઘેરી વળતા હું એની સાથે લંચ કરી શક્યો નહીં . અમને એમ કે, હવે આમેય આખી જિંદગી જ સાથે કાઢવાની છે તો એક દિવસ સાથે લંચ નહીં લેવાય તો શું ખાટુંમોળું થઈ જવાનું?
આમ, એક જ દિવસે એક તરફ મેં મારી જૂની નોકરી છોડી અને બીજી તરફ એક નવા અને સ્પેશિયલ સંબંધની શરૂઆત કરી. નોકરી છોડી એના બે-ત્રણ દિવસ હું રજા પર હતો અને મારી પાસે ભરપૂર સમય હતો એટલે અમે ખૂબ ચેટ કરી. એ છોકરી મારા ધારવા કરતા ઘણી ડાહી હતી. એ સાવ નાનીનાની વાતોમાં ગભરાઈ જતી. બીજી તરફ અમારા રૂપની સરખામણી કરીએ તો એ ઘણી દેખાવડી હતી અને હું ઘઉંવર્ણો. મારા ચહેરાના નાક-નકશાના પણ કોઈ ઠેકાણા નહીં! એ એના દેખાવ, કપડાં કે જીવન ઉપયોગની અન્ય બાબતોને લઈને અત્યંત ચીવટવાળી તો હું એ તમામ બાબતે લઘરવઘર સાબિત થાઉં. આમ તો અમે એક જ જ્ઞાતિના હતા પરંતુ અમારી ખોબા જેટલી જ્ઞાતિમાં દુનિયાભ રની વાડાબંધીને કારણે અમારી વચ્ચે થોડું અંતર હતું. અને સૌથી મોટું અંતર હતું અમારી આર્થિક પરિસ્થિતિ, જ્યાં એ અત્યંત ધનવાન ઘરમાંથી આવતી હતી તો હું મધ્યમવર્ગીય પરિવારનો હતો.
અમારી વચ્ચેની તમામ વિષમતાઓમાં, રૂપ કે ધન જેવી બાબતમાં એની સરખામણીએ હું એના કરતા ઘણો ઉતરતો હતો. એટલે ત્રીજા દિવસે મેં એને પૂછ્યું કે, આટલી ‘બધી વિષમતાઓ હોવા છતાં તું મારા પ્રેમમાં કેમ પડી? આ તારો પ્રેક્ટિકલ નિર્ણય તો છેને કે પછી તું લાગણીઓમાં વહી ગ ઈ છે?’ એણે મને કહ્યું કે, ‘તારી પાસે મા રા કરતા રૂપ કે ધન ઓછું છે એ તારી માન્યતા છે. મારા માટે એ મેટર નથી કરતું. મારા માટે મહત્ત્વની છે તારી લાગણીઓ અને તારી બુદ્ધિ. અમારા ઘરના તમામ પુરુષોની બુદ્ધિ ત્રાજવે તોલવામાં આવે તોય તારા એકલાની બુદ્ધિની નજીક તેઓ નહીં પહોંચે. અને આ જમાનામાં લોયલ માણસ મળવો અશક્ય છે ત્યારે તું તો મારે માટે સોનાની લગડી છે.’
ત્યાર બાદ મેં મારી નવી કંપનીમાં કામ શરૂ કર્યું. મારી કંપની પણ નવી હતી એટલે શરૂઆતના સમયમાં મારે બહુ કામ કરવાનું આવતું ન હતું. એટલે દિવસનો મોટાભાગનો સ મય અમે ચેટ કરતા રહેતા. લગભગ એક અઠવાડિયા સુધી આમ ચાલ્યું હશે. એના ઘરના લોકો થોડા સ્ટ્રીક્ટ હોવાને કારણે અમે ફોન પર વાતો કરી શકતા ન હતા. પરંતુ સતત ચેટિંગ કરીને અમે એકબીજામાં એટલા બધા ઉંડા ઉતરી ગયેલા કે, ગણતરીના દિવસોમાં અમે બંને એકબીજાની પ્રાથમિકતા બની ગયેલા. અમારો પ્રેમ દિવસેને દિવસે ગાઢ થતો જતો હતો. બીજી તરફ પેલો જાતિનો પ્રશ્ન તો માથે તલવારની જેમ લટકતો જ હતો.
અમારી વાતો હું એને સતત પૂછતો રહેતો કે, ‘તું શ્યોર છેને? તારા ઘરવાળા ના તો નહીં પાડેને?’ હું એને આવું એટલે પૂછતો કે, મને ભાગીને લગ્ન કરવામાં કોર્ટ મેરેજ કરવામાં કોઈ રસ ન હતો. તો એ કહેતી કે, ‘મારા પપ્પા મારા માટે જીવ કાઢી દે એવા છે તો આ તો મારા જીવનનો અત્યંત મહત્ત્વનો નિર્ણય છે. તેઓ મને મારી પસંદગીની જગ્યાએ જ લગ્ન કરાવશે.’ એની વાત સાંભળીને મને ધરપત તો મળતી પરંતુ મનમાં એક ભય તો સતત રહેતો જ.
અમારા પ્રેમને દસેક દિવસ થયાં હશે પરંતુ અમે એ દિવસોમાં ક્યારેય મળ્યાં ન હતા. સાચું કહું તો એવી કોઈ જરૂરિયાત પણ નહોતી ઊભી થઈ. કારણ કે ચેટિંગ દરમિયાન અમે એકબીજામાં રમમાણ રહેતા અને સતત અમારા ફોટોગ્રાફ્સ કે સેલ્ફી એકબીજા સાથે શેર કરતા રહેતા. એક દિવસે સવારે એણે મને કહ્યું કે, ‘આજે સાંજે મારે તને મળવું છે. મને એવું લાગે છે કે તું હાઈટમાં પણ મારા કરતા નાનો હોઈશ.’ મેં કહ્યું, ‘આપણે આજે સાંજે સો ટકા મળીએ. પણ શું હું હાઈટમાં તારા કરતા ટૂંકો હોઈશ તો તું મારી સાથે સંબંધ નહીં રાખે?’ એણે કહ્યું, ‘ના તો હું હવેથી હિલ્સ નહીં પહેરું!’ એની આવી જ બધી વાતો મને વધુ મુગ્ધ કરતી. એક માણસ બીજા માણસને આટલી હદ સુધી સ્વીકારી જ કઈ રીતે એનું મને આશ્ચર્ય હતું. કદાચ એને જ તો પ્રેમ કહેવાતો
એ સાંજે અમે મળ્યાં. હું એના માટે ઘણી બધી ચોક્લેટ્સ લઈ ગયેલો. અમે થોડા સમય સુધી એક ગાર્ડનમાં ફર્યા અને અમારા પરિવારના લોકોની વાતો શેર કરી. મેં એને ધરપત આપી કે, ‘તું જે માહોલમાં રહેવા આવવાની એ માહોલ તારા ઘરના લોકોથી અત્યંત અલગ જ હશે, પરંતુ તું એક વાતની ધરપત રાખજે, અહીં તને એકલું જરાય નહીં લાગે અને મારા ઘરના લોકો મારા કરતા તારી તરફદારી વધુ કરશે.’ પોતાની વહુને લઈને મારા મમ્મી- પપ્પાએ કેવા કેવા સપનાં જોયાં છે એ પણ મેં એને કહ્યું. મારી મમ્મી હંમેશાં એક જ વાત કરતી કે, ‘હું અને મારી વહુ કારમાં કોઈ ડિપાર્ટમેન્ટલ સ્ટોરમાં ખરીદી કરવા જઈશું અને તમે બાપ-દીકરા ભૂખથી કંટાળીને ફોન કરશો ત્યારે જ અમે ઘરે આવીશું.’ તો પપ્પા હંમેશાં એમ કહેતા કે, ‘મારી વહુ આવશે પછી હું એની પાસે ફલાણી વાનગી બનાવડાવીશ અને એની સાથે અમે ફલાણી હોટેલમાં જમવા જઈશું.’ મારી આ બધી વાતો સાંભળીને એ અત્યંત રોમાંચિત થઈ ગયેલી.
સામે એ પણ મને એના ઘરનો ચિતાર આપતી કે, એના ઘરના લોકો અત્યંત ચીલાચાલુ જીવન જીવે છે, જેમના માટે પૈસા સિવાય બીજી કોઈ જ વાત મહત્ત્વની નથી. એને અને મને પાણીપૂરી બહુ ભાવતી એટલે એ દિવસે છૂટાં પડતી વખતે અમે પાણીપૂરી ખાધી. ઘરે પહોંચીને એણે મને, ‘થેંક યુ’નો મેસેજ લખ્યો. સાથે એમ લખ્યું કે, ‘તારી પરીક્ષામાં તું પાસ થયો છે.’ મેં કહ્યું, ‘કઈ પરીક્ષા?’ તો એણે મને માહિતી આપી કે, અમારી એ દિવસની મુલાકાત દ્વારા તે એ જાણવા માગતી હતી હતી કે, હું એને ખરેખર ચાહુ છું કે, માત્ર વાતો જ કરું
મેં એને પૂછ્યું કે, ‘તું એ કઈ રીતે નક્કી કરી શકી કે હું તને પ્રેમ કરું છું?’ તો એણે કહ્યું કે, ‘આપણી બે કલાકની મુલાકાતમાં તું મને અડક્યો સુદ્ધાં નહીં. તે એ દર્શાવે છે કે તું મને માત્ર જ પ્રેમ કરે છે. તારી જગ્યાએ બીજો હોત તો મને એના બાપની માલિકીની સમજીને કોઈને કોઈ રીતે અડપલું કર્યું જ હોત.’
અમારી વચ્ચે વિશ્વાસનો અતૂટ સેતુ બંધાઈ ગયો હતો. એવામાં એક દિવસ એને શું ચાનક ચઢી કે, એણે એની કાકાની દીકરીને અમારા સંબંધ વિશેની વાતો કરી. વળી એ જ દિવસે એણે એની મમ્મીને પણ ઈશારતમાં સમજાવી દીધું કે, એ કોઈના પ્રેમમાં છે. એણે જ્યારે એની મમ્મીને કહ્યું કે, હું અમારી જ્ઞાતિના આ વાડાનો છું એટલે એની મમ્મીએ ધસીને ના પાડી દીધી. અને ઓછામાં પૂરું એની મમ્મીએ એના પપ્પાને પણ અમારી વાતની જાણ કરી દીધી. એના પપ્પાએ તરત જ ફેસબુક પર મારી તપાસ કરી અને એની સાથે પણ વાત કરી. કડક સ્વભાવના એના પપ્પાએ એને એટલી બધી ખખડાવી કે, તે એ દિવસે એ કલાકો સુધી સૂન મારી ગયેલી. હું તો પહેલા આ બધી વાતથી અજાણ જ હતો. બાદમાં એની એક માસીએ મને ફોન કરીને કહ્યું કે, ‘દીકરા અમારા ઘરમાં તમારી બાબતે ભારે રામાયણ ચાલે છે અને તું આજે એને ભૂલમાં પણ મેસેજ કે ફોન નહીં કરતો. અને હા, હવે તું બને એટલો જલદી આ સંબંધમાંથી બહાર આવી જજે. તમારા સંબંધનું ભવિષ્ય શૂન્ય છે.’
અચાનક આવેલા આવા ફોનકોલથી હું ધ્રૂજી ઉઠ્યો. અમારા સંબંધને લગભગ વીસેક જ દિવસ થયાં હશે. પરંતુ એ વીસેક દિવસોમાં અમે પ્રત્યેક ક્ષણ સાથે રહ્યા હતા. અમે એકબીજાને ઉંડાણથી ઓળખતા હતા. સાથે જીવવાના સપનાં જોયાં હતા. એ બધુ એક જ ક્ષણમાં કડડભૂંસ થઈ જતું લાગ્યું. જોકે મને કંઈક આશા હતી. હું એના ફોન કે મેસેજની રાહ જોઈ રહ્યો હતો. એ જ્યાં સુધી મને કંઈ નહીં કહે ત્યાં સુધી મને કોઈ વાત પર વિશ્વાસ બેસવાનો ન હતો.
બેએક કલાક અજંપામાં ગયા હશે ત્યાં એણે મને મેસેજ કર્યો. ‘આપણી બધી આશાઓ પર પાણી ફરી વળ્યું.’ ‘તે કહેવામાં થોડી તાવળ કરી.’ મેં કહ્યું. ‘ભૂલ થઈ ગઈ.’ એણે પસ્તાવો કર્યો. ‘હવે?’ ‘પપ્પાએ જ મને તને મેસેજ કરવા કહ્યું છે. એમણે કહ્યું છે કે, ને ના પાડી દે.’ ‘તારું દિલ શું કહે છે?’ મેં કહ્યું ‘તારા જેવા સ્વભાવવાળો છોકરો મને મળવાનો નથી. પણ…’ ‘પણ શું? આમ તો મારે ભાગીને લગ્ન નહોતા કરવા પણ તું કહેતી હોય તો આપણે આ બધું ઠંડુ થાય પછી કોર્ટ મેરેજ કરી લઈએ.’ ‘ના.’ એણે કહ્યું. ‘તો? બીજો કોઈ રસ્તો?’ ‘હું મારા મમ્મી પપ્પાને અત્યંત ચાહુ છું.’ ‘મને?’ મેં કહ્યું ‘તને પણ ચાહુ છું, પણ એમને દગો નહીં કરી શકું.’ ‘આપણા સંબંધને માત્ર વીસ દિવસ થયાં છે. એમની સાથે હું છેલ્લા ચોવીસ વર્ષથી છું. એમણે મને જન્મ આપ્યો છે. વીસ દિવસના સંબંધ માટે હું એમની સાથેના ચોવીસ વર્ષો પાણીમાં જવા નહીં દઈ શકું.’ એણે કહ્યું. ‘તારી વાત સાચી છે. તારી જગ્યાએ હું હોત તો હું પણ આમ જ કરતે. આફ્ટર ઑલ એ આપણા મા-બાપ હોય છે.’ એણે રડમસ ચહેરાવાળું ઈમોજી મોકલ્યું.
‘હું તારા નિર્ણયને માન આપું છું. તું જે ઘરમાં પરણશે એ ઘર બહુ જ લકી હશે. મારા ઘરના એવા નસીબ નહીં હોય કે, ત્યાં તારા જેવી સ્ત્રી પગલાં પાડે.’ ‘તું મને રડાવ નહીં.’ એણે કહ્યું. ‘હું શું કામ રડાવું? તારે ડહાપણ કરવાની જરૂર ન હતી. તેં શું કામ ભાંગરો વાટ્યો ઘરે? હવે તારેને મારે બંનેએ રડવાનો વારો આવ્યો.’ ‘આઈ લવ યુ’ એણે લખ્યું.
‘આઈ લવ યુ ટુ… થ્રી… ફોર… ફાઈવ…’ મેં એને હળવી કરવા લખ્યું. ‘તારા લગ્નમાં મને બોલાવજે. મારા લગ્ન પહેલા થશે તો હું તને બોલાવીશ.’ એણે લખ્યું. ‘તું બહુ રડારોળ નહીં કરતી.’ મારા માટે એ પોસિબલ નથી. તને ગુમાવીને કોઈ શાંત રહી શકે ખરું?’ ‘જો મને આટલો ચાહતી હોય તો તારા ‘બાપ’ને સમજાવ.’ ‘હું એમને જાણું છું. એ માણસ ક્યારેય નહીં માને. હું પ્રયત્ન પણ નહીં કરી શકું.’ ‘આપણા મેસેજ સાચવી રાખજે. મારી યાદ આવે ત્યારે આપણી ચેટ વાંચી લેજે. અને તારું ક્યાંક નક્કી થઈ જાય તો સૌથી પહેલા એ ચેટ ડિલિટ કરી દેજે.’ મેં કહ્યું. ‘પપ્પાએ કહ્યું છે એ ટલે હમણા થોડા દિવસ તને બ્લોક કરું છું. પણ તું મને બ્લોક નહીં કરતો. અને તારા વ્હોટ્સએપ પ્રોફાઈલ પિક્ચર્સ બદલતો રહેજે એટલે હું એ જોઈ શકું.’
‘આ તો જો… પોતે મને બ્લોક કરવાની અને પાછી મને મારા DP બદલવાનું કહે છે.’ ‘પ્લીઝ. મારે ખાતર?’ એણે લખ્યું. ‘હમમમ’ ‘ઑલ ધ વેરી બેસ્ટ. તારા નસીબમાં સુખ લખેલું છે. કારણ કે તું કોઈને પણ સુખી કરી શકે છે.’ એણે લખ્યું. ‘ખુશ રહેજે.’ ‘:)’ એણે ઈમોજી મોકલ્યું. ‘:(‘ ‘:) પ્લીઝ. તું દુખી થાય એ મને સારું નહીં લાગે.’ એણે લખ્યું. ‘સારું બસ :)’ ‘બ્લોક કરું છું.’ ‘આઈ લવ યુ. તારા પગ દુખે ત્યારે મને યાદ કરજે. ક્યાંક તું મારા મન માં દોડાદોડી કરતી હોઈશ.’ ‘બ હવે રડાવ નહીં. આઈ લવ યુ. બ્લોક કરું છું.’ આમ અમારી ટચુકડી લવસ્ટોરી પૂરી થઈ. જિંદગીમાં એક જ વાર પ્રેમ થયેલો. જોકે એ પ્રેમને હું નિષ્ફળ તો નહીં જ માનું. પણ જેને ચાહી હતી એ વ્યક્તિ મને નહોતી મળી એ વાત પણ સાચી છે. એ વાતનો મને સખત ચચરાટ છે. જ્યારે પણ એની યાદ આવે ત્યારે હું અમારી જૂની ચેટ વાંચી લઉં છું. ક્યારેક એની ખૂબ યાદ આવે છે. ત્યારે જરૂર એના પગ દુખતા હશે!