Health tipsજાણવા જેવુંસમાચાર

હમેંશા તંદુરસ્ત રહેવા તમારી લાઈફસ્ટાઇલમાં આટલા ફેરફાર કરો

દરેકને ફીટ રહેવું ગમે છે . દરેકની ઈચ્છા હોય છે કે તેમનું શરીર એકદમ તંદુરસ્ત રહે . ઘણી વખત કોઈ ફીટ અને એનર્જેટિક વ્યક્તિને જોતા આપણને થોડી વાર માટે થઈ જાય કે કાશ , આપણે પણ તેની જેમ ફીટ અને એનર્જેટિક હોત . કોઈપણ સ્પોર્ટ્સ પર્સન હશે તેમની સ્ટ્રેન્થ અને પાવર ગજબનો હોય છે . અને એક આપણે છીએ જે બે માળ ચઢતા જ હાંફી જઈએ છીએ . કેટકેટલા કિલોમીટરની દોડ લગાવ્યા પછી પણ સોર્ટ પર્સન એકદમ સ્ફર્તિલો હોય છે . જ્યારે આપણે તો માંડ એક કિલોમીટર ચાલીએ અને પછી થાકી જઈએ છીએ . આપણે પણ સ્પોર્ટ પર્સનની જેમ એકદમ સ્કૂર્તિલા અને ફીટ રહી શકીએ છીએ , જો હેલ્થી ફૂડ ખાઈએ , એક્સરસાઈઝ કરીએ અને હેલ્થી લાઈફસ્ટાઈલ ફૉલો કરીએ તો આપણું પણ શરીર એકદમ ફીટ રહી શકે છે . સ્ટ્રોંગ રહેવું એ આજકાલ ફેશન બની ગઈ છે .

મૉડર્ન મહિલાઓ હવે સ્કિની નહીં પણ સ્ટ્રોંગ બનવા માંગે છે . જો તમે પણ ઈચ્છતા હોવ કે તમારું શરીર મજબૂત અને સ્કૂર્તિલું રહે પણ તમારી પાસે જિમ જવાનો સમય નથી અને બોડી સ્ટેમિના વધારવા માંગો છો તો બસ થોડી ટિપ્સ ફૉલો કરવાની રહેશે , પછી તમે પણ સ્વસ્થ અને તંદુરસ્ત રહેશો . લાઈફસ્ટાઈલમાં લાવો બદલાવ કાર્બ્સયુક્ત ખોરાક વધારે ખાવ ક્યારેય પણ ડાયટમાં કાર્બ્સયુક્ત ખોરાકને ટાળવો નહી . તે તમારા સ્નાયુઓને મજબૂત બનાવવામાં મદદ કરે છે . આ ઉપરાંત શરીરમાં સ્ટાર્ચ અને સુગરના પ્રમાણને પણ વધારે છે . અનાજ , પાસ્તા , બાઉન બ્રેડ અને હોલ ગ્રેનનો તમારા ડાયટમાં સમાવેશ કરવો જેમાંથી ભરપૂર માત્રામાં કાર્બ્સ મળી રહે છે . બોડીવેઇટ એક્સરસાઈઝ કરો વર્કઆઉટ કરતી વખતે માત્ર તમારા શરીરના વજનની મદદ લેવાથી શારીરિક શક્તિ વધારવામાં મદદ મળે છે અને આ માટે તમારે કોઈ જિમ ઉપકરણની જરૂર પણ નથી . તમે અનેક પ્રકારની બોડીવેઈટ એક્સરસાઈઝનો પ્રયોગ કરી શકો છો , જેમ કે , પુશઅપ્સ , લંજેસ , ક્વોટ્સ , જમ્પ ક્વોટ્સ , કંચેસ વગેરે . આ બધી એક્સરસાઈઝ કરવામાં સરળ છે અને આ સાથે તમારું શરીર શેઇપમાં પણ આવે છે .પ્રોટીનયુક્ત ડાયટ લેવો તાકાત વધારવા માટે શરીરમાં ચરબીનો વધારો કરવો .

આ માટે તમારે હાઈ પ્રોટીન ડાયટ લેવો જરૂરી છે . યોગ્ય પ્રમાણમાં ઈંડાં , સામન માછલી , લીન મીટ , દહીં , મગફળી , દાળ , સૂકો મેવો અને બીજ વગેરે વસ્તુઓનું સેવન કરી શકો છો . આ બધામાં પ્રોટીનનો સારો એવો સ્ત્રોત હોય છે . વિમિંગ કરો રોજ નિયમિત સ્વિમિંગ કરો અને સ્વિમિંગપૂલમાં ઓછામાં ઓછા ૪૦ લેસ કરવાથી શરીરમાં સ્ટેમિના અને સ્ટ્રેન્થ વધે છે . તે શરીરમાં તાકાત વધારે છે , સ્નાયુઓને ફ્લેક્સિબલ બનાવે છે અને બોડીને સુડોળ બનાવે છે . આ સાથે તે તમને એનર્જેટિક પણ બનાવે છે .આરામનો સમય ટૂંકાવો આરામ કરવો બધા માટે જરૂરી છે , તેનાથી શરીરમાં ઊર્જાશક્તિનો સંચાર થાય છે . પણ જરૂર કરતાં વધારે સમય સુધી આરામ શરીરને આળસુ બનાવી દે છે . આ કારણે ધીરે ધીરે આરામનો સમય ઓછો કરો તેમજ વર્કઆઉટ કરતી વખતે પણ એક્સરસાઈઝની વચ્ચે ત્રણની જગ્યાએ બે મિનિટનો જ વિરામ લેવો . દિવસમાં અનેક વખત ખાવ દિવસમાં ત્રણ વખત વધારે ખાવાની જગ્યાએ દિવસમાં પાંચ વખત ખાવ પણ થોડું થો…ડું ખાવ . તેનાથી તમારા શરીરના મેટાબોલિઝમમાં સુધારો થશે અને સતત તમને એનર્જી મળતી રહેશે .

જો તમારે આજીવન શરીર હરતું-ફરતું અને સ્વસ્થ રાખવું હોય તો દરરોજ એક કલાકનો સમય કસરત માટે કાઢવો જ પડે. રોજ એક કલાક કસરત કરવાનો નિયમ જ બનાવી લેવાનો, જેથી આદત પડી જાય. સવારે કે સાંજે એક ફિટનેસ રૂટિન બનાવવું. જો તમારી પાસે સમય ન હોય તો સમય કાઢીને ઘરે પણ સ્કિપિંગ કે યોગા પણ કરી શકો છો. પરંતુ ધ્યાન રાખવું કે કસરતનો સમય એક કલાકથી ઓછો થાય નહીં કારણ કે નિયમિત કસરત કરવાથી હાડકાં અને માંસપેશીઓ તો મજબૂત બને જ છે સાથે સાથે શરીર પર તંદુરસ્ત રહે છે. એવું કહેવાય છે કે તમે જેટલું વધારે પાણી પીશો એટલા જ ઝેરી તત્વો શરીરમાંથી બહાર નિકળી જશે. આમ તો રોજ 8-10 ગ્લાસ પાણી તો પીવું જ જોઈએ. ડોક્ટર્સ પણ રોજ 4 લીટર પાણી પીવાની સલાહ આપે છે. શરીર યોગ્ય રીતે કાર્યરત રહે અને શરીરનો બિનજરૂરી કચરો બહાર નિકળતો રહે તો શરીરમાં રોગો પ્રવેશતા નથી, પરંતુ શિયાળામાં લોકો વધુ પાણી પીવાનું ટાળતા હોય છે. જેનો નુકસાન તમારા શરીરને થાય છે. રોજ 4 લીટર પાણી પીવાનું નિયમ બનાવી લો. તમારા ડેસ્ક પર એક બોટલ પાણીની ભરી જ રાખવી. પોતાને હાઈડ્રેટ કરતાં રહેવું જેથી શરીરમાં તાજગી અને ઊર્જાનું સ્તર સતત વધતું રહેશે. યોગ્ય માત્રામાં પાણી પીવાથી શરીરમાં લોહીના પરિભ્રમણમાં સુધાર આવે છે……

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *