ટીચર કહેઃ કનુ બોલ જોય આપણે જે ભાષા બોલીયે છીયે તેને માતૃભાષા શુકામ કેવાય છે?
કનુ કહેઃ કેમકે પીતાને બોલવાનો વારો તો ક્યારેય આવતો જ નથી હોતો…
ડોકટરે હૃદયના દર્દી ચુનીલાલનું ચેકઅપ કર્યું અને બોલ્યા “હવે હું તને કાલે જોઇશ”
ચુનીલાલ: “તમે તો મને કાલે જોશો, પરંતુ હું પણ તમને કાલે જોઈ શકીશ કે નહિ?”
ગ્લાસ પાણી સાથે લેવાની,
પછી ચા પીને લીલી ગોળી એક ગ્લાસ પાણી સાથે,
ત્યાંર બાદ જમતા પહેલા ભૂરી ગોળી એક ગ્લાસ પાણી સાથે
અને જમ્યા બાદ પીળી ગોળી એક ગ્લાસ પાણી સાથે લેજો.
એ જ રીતે બપોરે ચા પીવો તે પહેલા એક લાલ ગોળી એક ગ્લાસ પાણી સાથે,
અને ચા પીધા બાદ લીલી ગોળી એક ગ્લાસ પાણી સાથે લેજો.
રાત્રે જમવાના સમયે પણ એજ ડોઝ લેવાનો શું સમજ્યા?
ચુનીલાલ: “મને એ તો કહો ડોક્ટર સાહેબ, કે રોજ આટ-આટલી ગોળીઓ મારે ખાવી
પડે એવો તો મને કયો રોગ થયો છે?
ડોક્ટર: “તમારા શરીરમાં પાણીની ઉણપ છે.
રોગી: “ડોક્ટર હું બધી વાતો તુરંત જ ભૂલી જાઉં છું.”
ડોક્ટર: “તો મારી ફી મને પહેલા આપી દો, નહીતર પછી તમે ભૂલી જશો.”
માસ્તર વર્ગમાં આઈઝેક ન્યુટન જેવા શોધકોની વાત કરતા હતા.
તેમણે ચંદુને પૂછ્યું: બોલ જોઉં, તને કોઈ શોધ કરવાનું કહે તો તું શેની શોધ કરે?
હું એવું યંત્ર શોધી કાઢું કે જેનું બટન દબાવવાથી બધું જ ગૃહકાર્ય આપમેળે થઇ જાય.
બેસી જા, તારા જેવો આળસુનો પીર મેં ક્યારેય જોયો નથી. માસ્તરે ચિડાઈને કહ્યું.
પછી તેમણે છનીયાને પૂછ્યું: બોલ છનીયા તું શેની શોધ કરે?
સાહેબ, હું એવું યંત્ર શોધી કાઢીશ કે જે આપમેણે ચંદુના યંત્રનું બટન દબાવી આપે.
વર્ગમાં વ્યાકરણ શીખવતા શિક્ષકે પપ્લુંને પૂછ્યું: ‘બોલ, પપલુ!
‘મનોજે લગ્ન કર્યા’ નું ભવિષ્યકાળ શું થશે?’
‘મનોજ છૂટાછેડા લેશે.’ પપલુંએ ખુબ જ ભોળપણથી જવાબ આપ્યો.