નાસ લેવાનું મશીન :
શરદી થાય ત્યારે દવા લેવાથી શરદી જામી જાય છે અને છાતીમાં કફ જામી જાય છે આ કફને છુટા પાડવા માટે નાશ લેવાથી રાહત થાય છે .કોરોનાથી બચવા નાસ લેવાનું ઇલેક્ટ્રીક મશીન સાથે જ રાખો ખડે પગે ફરજ બજાવી રહેલા સરકારી તંત્રોને સાથ અને સહકાર આપો કોરોના , સ્વાઈન ફ્લુ કે ઋતુ બદલાય ત્યારે વાયરલ ઈફેકશનના વાયરસ અને ગળા દ્વારા શરીરમાં પ્રવેશી જતાં હોય છે .તેને અટકાવવા માટે પીવાના સાદા પાણીને ગરમ કરીને તેનો નાસ લેવો ખુબ જ ઉપયોગી સાબિત થાય છે.નાસ લેવાથી નાકની અંદૃર જામી ગયેલો કફ છૂટો પડે છે ગળું સાફ થઈ જાય છે અને માથું ભારે ભારે લાગતું હોય તો તેમાં પણ રાહત થઇ શકે છે .
દિવાળી જેવા પર્વનો આનંદ માણવા માટે લોકો ભીડભાડવાળી જગ્યાઓ પર એકઠા થતા હતા .તેને કારણે સમગ્ર દેશમાં ફરીથી કોરાનાના સંક્રમણના અહેવાલો છે .ઉપરાંત આગામીદિવસોમાં કડકડતી ઠંડીની અને કોલ્ડવેઝની |પણ સંભાવના છે .આવા માહોલમાં કોરોના વિકરાળ રૂપ ધારણ કરી શકે જે સ્વાભાવિક છે.ઘણા શહેરોમાં રાત્રી અને દિવસનો કરફયુ પણ લગાવી દેવામાં આવેલો છે .ઘણા શહેરોમાં ફરીથી લોકડાઉન લાગુ પાડવાની નોબત પણ આવી ને ઉભી રહી છે .સરકારી તંત્રો કોરોનાને કાબૂમાં લેવા માટે ફરીથી ખડે પગે પૂરે પૂરી નિષ્ઠાપૂર્વક પોતાની ફરજ બજાવી રહ્યા છે.
આવી પરિસ્થિતિમાં સરકારી તંત્રોને સાથ અને સહકાર આપીશું તો તેમનો કામ કરવાનો ઉત્સાહ પણ વધી જશે .આપણે પણ સ્વયં શિસ્ત દ્વારા કારોનાની ચેનને તોડવા માટે પ્રયતશીલ રહેવું જોઈએ .નાસ લેવાનું ઇલેક્ટ્રીક મશીન સાથે જ રાખો સર્વીસ પર , દુકાને કે ટ્રાવેલિંગમાં જાવ ત્યારે નાસ લેવાનું ઇલેક્ટ્રીક મશીન સાથે જ રાખો .
આ મશીન મેડિકલ સ્ટોર ઉપરથી આશરે ૨૫૦ રૂપિયાની કિંમતમાં આસાનીથી મળી રહે છે .આ મશીનથી પીવાનું સાદુ પાણી ગરમ કરીને તેની વિવિધ રીતે ઉપયોગ કરવાથી કોરોના , સ્વાઈન ફલૂના કે અન્ય વાયરલ ઇફેકશના વાયરસથી ઉપરાંત અસ્થમા અને ઉધરસ જેવી બિમારીઓથી પણ બચી શકાય છે .
મશીનથી ગરમ કરેલા પીવાના સાદા પાણીનો ઉપયોગ કરવાની રીત | નાસ લેવાનું મશીન
( ૧ ) ગરમ કરેલા પાણીનો નાસ લેતા રહો ( ૨ ) ગરમ પાણીના કોગળા કરતા રહો ( ૩ ) ગરમ પાણી ક્યારેક ક્યારેક પીતા રહો ( ૪ ) ગરમ પાણીથી હાથ સાફ કરતા રહો ( ૫ ) દિવસમાં ત્રણેક વખતઆ પ્રયોગ કરી શકાય આ ઉપરાંત નીચેની તકેદારીઓ પણ ધ્યાનમાં રાખી શકાય ( ૧ ) વિકસની ગોળી સાથે રાખો જયારે ભીડભાડવાળી જગ્યાએ જોવું જ પડે એમ હોય તો ત્યારે મોઢામાં રાખી મૂકો ( ૨ ) રોલર બામને ગળા ઉપર લગાડવા માટે સાથે રાખી શકાય ( ૩ ) નાકમાં ઘી લગાડો( ૪ ) શિયાળાની મોસમ છે એટલે કાનમાં રૂ ભરાવી ને રૂમાલનો માસ્ક તરીકે ઉપયોગ કરો ( ૫ ) ભીડભાડવાળી જગ્યાઓ થી દૂર રહેવું