શિવજી ના ભજન અને શિવજીની આરતી | શિવ ભજન pdf | શિવ તાંડવ લખેલું | શિવજી ભજન લખેલા
ભજન ૧: છોટે છોટે શિવજીને…..
છોટે છોટે શિવજીને, છોટેછોટે રામ, છોટે છોટે રામ છોટૉ-સો મેરો મદન ગોપાલ.
ક્યાં રહે શિવજી ? ને ક્યાં રહે રામ ? ક્યાં રહે મેરો મદન ગોપાલ ? કૈલાશ રહે શિવજીને, અયોધ્યા રહે રામ,અયોધ્યા રહે રામ, બ્રીજમેં રહે મેરો મદન ગોપાલ.
છોટેછોટે શિવજીને છોટે છોટે રામ…
ક્યાં ખાયે શિવજી ? ને ક્યાં ખાયે રામ ? ક્યાં ખાયે મેરો મદન ગોપાલ. ? ધતૂરો ખાયે શિવજીને, લડ્ડ ખાયે રામ, લડ્ડ ખાયે રામ,
મીઠાં-મીઠાં માખન ખાયે મદન ગોપાલ.
છોટેછોટે શિવજીને છોટેછોટે રામ…
ક્યાં પીએ શિવજી ? ને ક્યાં પીએ રામ ? ક્યાં પીએ મેરો મદન ગોપાલ ? ભાંગ પીએ શિવજીને, દૂધ પીએ રામ, દૂધ પીએ રામ.
મીઠી-મીઠી છાશ પીએ મદન ગોપાલ.
છોટેછોટે શિવજીને છોટે-છોટે રામ….
ક્યાં કરે શિવજી ? ને ક્યા કરે રામ ? ક્યા કરે મેરો મદન ગોપાલ ? ધ્યાન ધરે શિવજીને, રાજ કરે રામ. રાજ કરે રામ.
રાસ રચાવે મેરો મદન ગોપાલ.
છોટેછોટે શિવજીને છોટે-છોટે રામ….
ભજન ૨: મારી રે ઝૂંપડીએ રામ….
મારી રે ઝૂંપડીએ રામ ક્યારે પધારશે ? ક્યારે પધારે રામ ? જીવન સુધારે રામ.
મારી રે ઝૂંપડીએ રામ….
જાતની છું ભીલડીને શબરી મારું નામ છે. ગુરુજીએ વચન આપ્યાં રામ દ્વારે આવશે. શબરી ઉપર મહેર કરીને રામ દ્વારે આવ્યાં રામ..
મારી રે ઝૂંપડીએ રામ….
ગુરુજીનાં વચન ઉપર વિશ્વાસ રાખ્યો, સાચો ભરોસો મારાં મનડાંમાં રાખ્યો, વાટલડી જોઉં છું હું તો સાંજ- સવારે રામ.
મારી રે ઝૂંપડીએ રામ….
વાટલડી જોઇને મારાં નેણલાં તો થાક્યાં ખાટા-મીઠાં બોર મેં તો રામ માટે રાખ્યાં, નેણલાંતો રાતાં થયાં આંસુડાંની ધારે રામ.
મારી રે ઝૂંપડીએ રામ….
કૌશલ્યાંનાં રામ ક્યારે દર્શન દેશો ? મારાં ઉપર મેર કરીને વ્હેલાં-વ્હેલાં આવજો, શબરી ઉપર મહેર કરીને રામ દ્વારે આવ્યાં રામ.
મારી રે ઝૂંપડીએ રામ….
ખાટા-મીઠાં બોર રામે પ્રેમથી આરોગ્યાં, નવધાં ભક્તિ આપી રામે સ્વધામે પહોચાડ્યાં, .વિનવે વ્હાલાં અમને દર્શન આપે,
મારી રે ઝૂંપડીએ રામ….
ભજન ૩: તમે ભાવે ભજીલો ભગવાન….
તમે ભાવે ભજીલો ભગવાન.. જીવન થોડું રહ્યું, કંઇક આત્માનું કરજો કલ્યાણ, જીવન થોડું રહ્યું.
અમે દીધેલાં કોલ તો ભૂલી ગયાં, જૂઠી માયાનાં મોહમાં ઘેલા થયાં, ચેતો-ચેતો શું ભૂલ્યાં છો ભાન ? જીવન થોડું રહ્યું.
તમે ભાવે ભજીલો ભગવાન….
બાળપણમાં જુવાનીમાં અડ્યું ગયું, નહી ભક્તિનાં મારગમાં ડગલું ભર્યું હવે બાકી છે એમાં દો ધ્યાન, જીવન થોડું રહ્યું.
તમે ભાવે ભજીલો ભગવાન….
યદી ઘડપણમાં ગોવિંદ ભજાશે નહીં, લોભ-વૈભવને ધનને તજાશે નહીં, બનો આજથી પ્રભુમાં મસ્તાન, જીવન થોડું રહ્યું.
તમે ભાવે ભજીલો ભગવાન….
બધાં આળસમાં દિન આમ વીતી જાશે, યદી ઓચિંતું યમનું તેડું આવશે, નહીં ચાલે તમારું તોફાન, જીવન થોડું રહ્યું.
તમે ભાવે ભજીલો ભગવાન….
એ જ કહેવું આ બાળકનું ઉરમાં ધરો, ચિત્ત રાખી રણછોડને ભાવે ભજો, ઝીલો-ઝીલો ભક્તિનું સુકાન, જીવન થોડું રહ્યું.
તમે ભાવે ભજીલો ભગવાન….
ભજન ૪: કભી રામ બનકે , કભી શ્યામ બનકે….
કભી રામ બનકે , કભી શ્યામ બનકે,
ચલે આનાં પ્રભુજી ચલે આનાં. (૨)
તુમ રામ રૂપમેં આના, (૨)
સીતા સાથ લે કે, ધનુષ હાથ લેકે, ચલે આના પ્રભુજી ચલે આના..
તુમ કૃષ્ણ રૂપમેં આના, (૨)
રાધા સાથ લે કે, મુરલી હાથ લેકે, ચલે આના પ્રભુજી ચલે આના..
તુમ ગણપતિ રૂપમેં આના, (૨)
રિધ્ધિ હાથ લે કે, સિધ્ધિ સાથ લે કે, ચલે આના પ્રભુજી ચલે આના..
તુમ શિવ રૂપમેં આના, (૨)
ઉમા સાથ લે કે, ડમરું હાથ લે કે, ચલે આના પ્રભુજી ચલે આના..
કભી રામ બનકે , કભી શ્યામ બનકે….
ભજન ૫: વિધિનાં લખિયા લેખ ..
વિધિનાં લખિયા લેખ લલાટે સાચાં થાય થાય થાય.
શ્રાવણ કાવડ લઇને ફરતો, સેવાં માત-પિતાંની કરતો. તીરથે- તીરથે ડગલાં ભરતો ચાલ્યો જાય જાય જાય..
વિધિનાં લખિયા લેખ લલાટે..
સેવાં માત-પિતાની કરવાં, શ્રાવણ ચાલ્યો પાણી ભરવાં, ઘડૂલો ભરતાં મૃગનાં જેવાં શબ્દો થાય. થાય થાય..
વિધિનાં લખિયા લેખ લલાટે..
દશરથ મૃગયા રમવાં આવે, સુણી શબ્દો બાણ ચલાવે, બાણે શ્રાવણનો જીવ છોડી ચાલ્યો જાય જાય જાય..
વિધિનાં લખિયા લેખ લલાટે..
અંધા માત-પિતા ટળવળતાં દીધો શ્રાપ જ મરતાં મરતાં, મરજો દશરથ પુત્ર વિયોગ કરતાં હાય હાય હાય..
વિધિનાં લખિયા લેખ લલાટે..
જ્યારે રામજી વન સંચર્યાં દશરથ પુત્ર વિયોગે મરીયા, અમૃત કહે છે દુ:ખનાં દરિયા ઉભરાઇ જાય જાય જાય..
વિધિનાં લખિયા લેખ લલાટે..
ભજન ૬: કુદરતની કળા…
એવી છે કુદરતની કળા, અણધાર્યું તે આગળ થાય
રાજા દશરથ એના મનમાં વિચારે કાલે સવારે રામને ગાદીએ બેસાડું વહેલી સવારે રામ વનવાસ જાય… અણધાર્યું તે આગળ થાય… એવી છે કુદરતની કળા…
અભિમન્યુ એના મનમાં વિચારે સાતે કોઠા જીતી લેવા છે મારે સાતમે કોઠે વાલો રણમાં રોળાય…
અણધાર્યું તે આગળ થાય… એવી છે કુદરતની કળા…
રાજા રાવણ તો અતિ મહાબળીયો સીતા માતાનું હરણ કરી ગયો સોનાની લંકામાં લાગી રે આગ…
અણધાર્યું તે આગળ થાય… એવી છે કુદરતની કળા…
ભજન ૭: હું તો કાગળીયા…
હું તો કાગળીયા લખી લખી થાકી કાનુડા તારા મનમાં નથી…
એવાં શિયાળાનાં ચાર ચાર મહીના આવ્યાં મારાં કાળજડાં ઠરી ઠરી જાય રે… કાનુડા તારા મનમાં નથી… હું તો કાગળીયા…
એવાં ઉનાળાનાં ચાર ચાર મહીના આવ્યા મારાં પાલવડાં બળી બળી જાય રે… કાનુડા તારા મનમાં નથી… હું તો કાગળીયા…
એવાં ચોમાસાંનાં ચાર ચાર મહીના આવ્યા મારી ચુંદલડી ભીંજાઇ ભીંજાઇ જાય રે… કાનુડા તારા મનમાં નથી… હું તો કાગળીયા…
ભજન ૮: ભગવાન કેવા હશે…?
કોઇ કહેશો કે ભગવાન કેવાં હશે ? કેવા હશે શું કરતા હશે ? કોઇ કહેશો કે…
ચાંદા સૂરજને તારા બનાવે આકાશે રહેનાર કેવાં હશે ?
કોઇ કહેશો કે…
આંબાની ડાળે મેના પોપટને મોરો ટહુકાવનાર કેવાં હશે ? કોઇ કહેશો કે…
સૌને જમાડે, સૌને જીવાડે અમને રમાડનાર કેવાં હશે ?
કોઇ કહેશો કે…
ભજન ૯: મીઠી મારી આંખડીનાં તારા હો
મીઠી મારી આંખડીનાં તારા હો રામ પ્રાણ થકી પ્યારા. પ્રાણ થકી પ્યારા પ્રભુ અંતર થકી ન્યારા..
મીઠી મારી આંખડીનાં તારા હો
રાજા દશરથ ઘેર અવતાર લીધો. પિતાજીનાં વચન પાળનારા હો રામ…
મીઠી મારી આંખડીનાં તારા હો
ગંગા ઉતરવાને કેવટ પાસે નદી કાંઠે નાવ માગનારા હો રામ..
મીઠી મારી આંખડીનાં તારા હો
છળ કરવાને આવી સૂર્પણખા નાક અને કાન કાપનારા… હો રામ…..
મીઠી મારી આંખડીનાં તારા હો
રાજા રાવણને રમમાહી રોળ્યો. વિભીષણને રાજ્ય આપનારા….. હો રામ….
મીઠી મારી આંખડીનાં તારા હો
ભક્ત વત્સલ ભગવાન ભોળા ભક્ત કેરાં કષ્ટ કાપનારાં હો રામ..
મીઠી મારી આંખડીનાં તારા હો
ભજન ૧૦ : હરી તારા નામ છે હજાર….
હરી તારા નામ છે હજાર, કયા નામે લખવી કંકોતરી ? રોજ રોજ બદલે મુકામ.. કયા નામે લખવી કંકોતરી ?
હરી તારા નામ છે હજાર….
ગોકુળમાં ગોવાળીયાને, મથુરામા કાનજી દ્વારિકામાં રાજા રણછોડ.. કયા નામે લખવી કંકતરી?
હરી તારા નામ છે હજાર….
કોઇ તને રામ કહે, કોઇ તને શ્યામ કહે કોઇ કહે નંદનો કિશોર.. કયા નામે લખવી કંકોતરી ?
હરી તારા નામ છે હજાર….
મહેતા નરસિંહના સ્વામી શામળીયા, મીરાંબાઈનાં ગિરધર-ગોપાળ.. કયા નામે લખવી કંકોતરી ?
હરી તારા નામ છે હજાર….
ભજન ૧૧: રામ રટણ એ કરતી જાય…
રામ રટણ એ કરતી જાય.. પગનો ઠૂમકો દેતી જાય ઓલી ભીલડી રે વનમાં ભટકી બોર વીણે.. ઓલી શબરી રે વનમાં ભટકી બોર વીણે..
ખાટાં-મીઠાં બોર ચાખી જૂએ, રામ આવ્યાં એની રાહ જૂએ.. ઓલી ભીલડી રે વનમાં ભટકી બોર વીણે.. ઓલી શબરી રે વનમાં ભટકી બોર વીણે..
કાંટા વાગેને લોહી ઝરે, રામ આવ્યાં એની રાહ જૂએ… ઓલી ભીલડી રે વનમાં ભટકી બોર વીણે.. ઓલી શબરી રે વનમાં ભટકી બોર વીણે..
નવધા ભક્તિથી ધન્ય બને, માતંગ ઋષિનાં વચન ફળે.. ઓલી ભીલડી રે વનમાં ભટકી બોર વીણે.. ઓલી શબરી રે વનમાં ભટકી બોર વીણે..
ભજન ૧૨: રામ રાખે તેમ રહીએ….
રામ રાખે તેમ રહીએ, ઓધવજી રામ રાખે તેમ રહીએ.. આપણે ચિઠ્ઠીનાં ચાકર છઇએ, ઓધવજી રામ રાખે તેમ રહીએ..
કોઇ દિ’ન પહેરવાં હીરને ચીરતો, કોઇ દિન સાદા રહીએ… ઓધવજી રામ રાખે તેમ રહીએ.. રામ રાખે તેમ રહીએ….
કોઇ દિ’ન ભોજન શીરોને પૂરીતો, કોઇ દિન ભૂખ્યાં રહીએ.. ઓધવજી રામ રાખે તેમ રહીએ.. રામ રાખે તેમ રહીએ….
કોઇ દિ’ન રહેવાં બાગ-બગીચાતો, કોઇ દિન જંગલ રહીએ… ઓધવજી રામ રાખે તેમ રહીએ.. રામ રાખે તેમ રહીએ….
કોઇ દિ’ન સૂવા ગાદીને તકીયા તો કોઇ દિન ભોય પર સૂઇએ.. ઓધવજી રામ રાખે તેમ રહીએ.. રામ રાખે તેમ રહીએ….
બાઇ મીરાં કે પ્રભુ ગિરધરનાં ગુણ, સુખદુ:ખ સૌ સહી રહીએ.. ઓધવજી રામ રાખે તેમ રહીએ.. રામ રાખે તેમ રહીએ….
ભજન ૧૩: શુભ મંગલ હો….
શુભ મંગલ હો.. શુભ મંગલ હો.. શુભ મંગલ મંગલ મંગલ હો..
નભ મંગલ ધરતી મંગલ હો (૨) ધરતી કા કણ-કણ મંગલ હો….
શુભ મંગલ હો….
ગતિ મંગલ હો, સ્થિતિ મંગલ હો.. (૨) જીવનકી હર ક્ષણ મંગલ હો…
શુભ મંગલ હો….
ગતિ મંગલ હો, પ્રિતિ મંગલ હો.. (૨) માનવ કી હર કૃતિ મંગલ હો..
શુભ મંગલ હો….
ભજન ૧૪ : મનનો મોરલીયો….
મનનો મોરલીયો રટે તારું નામ.. મારી ઝૂંપડીએ આવો મારાં રામ.. એકવાર આવી પૂરો હૈયા કેરી હામ, મારી ઝૂંપડીએ આવો મારાં રામ..
મનનો મોરલીયો….
સૂરજ ઊગેને મારી ઉગતી રે આશા, સંધ્યા ઢળેને મને મળતી નિરાશા. રાત-દિવસ મને સૂઝે નહી કામ.. મારી ઝૂંપડીએ આવો મારાં રામ..
મનનો મોરલીયો….
આંખલડીએ મને ઓછું દેખાય છે, દર્શન વિનાં મારું દિલડું દુભાય છે, નહી રે આવો તો વાલાં જાશે મારાં પ્રાણ.. મારી ઝૂંપડીએ આવો મારાં રામ..
મનનો મોરલીયો….
રઘુવીર રામને બહુ રે હું યાચું, દાન શાંતિનું કરજોને પાકું.. સપનું સાકાર કરો મારાં રામ.. મારી ઝૂંપડીએ આવો મારાં રામ..
મનનો મોરલીયો….
ભજન ૧૫: કઠણ હૈયાંનો કા’ન…..
કઠણ હૈયાંનો કા’ન, મને ના બોલાવે.. મને ના બોલાવે મારાં મંદિરિયે નાં આવે,
કઠણ હૈયાંનો કા’ન…..
ગાય દોહવા બેસું કા’ન, પાછળ- પાછળ આવે, પાછળ-પાછળ આવી મારાં વાછુડાં છોડાવે…
કઠણ હૈયાંનો કા’ન…..
છાશ કરવા બેસું કા’ન, પાછળ- પાછળ આવે, પાછળ-પાછળ આવી મારાં મહીડાં ઢોળાવે…
કઠણ હૈયાંનો કા’ન…..
પાણી ભરવા જાઉં કા’ન, પાછળ- પાછળ આવે, પાછળ-પાછળ આવી મારાં બેડલાં ફોડાવે…
કઠણ હૈયાંનો કા’ન…..
રસોઇ કરવા બેસું કા’ન, પાછળ- પાછળ આવે, પાછળ-પાછળ આવી મારાં બાલુંડા રડાવે…
કઠણ હૈયાંનો કા’ન….
ભજન ૧૬: ગુરુજીનાં નામની માળા..
ગુરુજીનાં નામની હો માળા છે ડોકમાં નારાયણ નામની હો માળા છે ડોકમાં
ખોટું બોલાય નહિ, ખોટું લેવાય નહિ, અવળું ચલાય નહિ હો, માળા છે ડોકમાં
ક્રોધ કદી થાય નહિ હું પદ ધરાય નહિ, કોઇને દુભવાય નહિ હો માળા છે ડોકમાં
પરને પીડાય નહિ, કોઇને કહેવાય નહિ પાપને પોષાય નહિ હો, માળાછે ડોકમાં
દુ:ખથી ડરાય નહિ સુખમાં છકાય નહિ, પ્રાણને દઝાય નહિ હો.. માળા છે ડોકમાં
ધન સંઘરાય નહિ એકલાં ખવાયા નહિ બોલ્યું બદલાય નહિ હો.. માલા
હરિહરાનંદ કહે સત્યને છૂપાય નહી ભક્તિ ભૂલાય નહિ હો માળા છે ડોકમાં
ગુરુજીનાં નામની માળા..
ભજન ૧૭: રાધા ઢૂંઢ રહી….
રાધા ઢૂંઢ રહી.. કિસીને મેરા શ્યામ દેખા ? શ્યામ દેખા.. ઘનશ્યામ દેખા.. રાધા ઢૂંઢ રહી….
રાધા તેરા શ્યામ હમને ગોકુલમેં દેખા. બંસી બજાતે હુએ.. ઓ રાધા તેરા શ્યામ દેખા.
રાધા ઢૂંઢ રહી….
રાધા તેરા શ્યામ હમને વૃંદાવનમેં દેખા. રાસ રચાતે હુએ.. ઓ રાધા તેરા શ્યામ દેખા.
રાધા ઢૂંઢ રહી….
રાધા તેરા શ્યામ હમને જતીનપુર મેં દેખા. ગોવર્ધન ઉઠાતે હુએ.. ઓ રાધા તેરા શ્યામ દેખા.
રાધા ઢૂંઢ રહી….
રાધા તેરા શ્યામ હમને ગલી-ગલી મેં દેખા. માખન ચુરાતે હુએ.. ઓ રાધા તેરા શ્યામ દેખા.
રાધા ઢૂંઢ રહી….
રાધા તેરા શ્યામ હમને સર્વ જગતમેં દેખા. રાધા તેરા શ્યામ હમને સતસંગમે દેખા. રાધે-રાધે જપતે હુએ.. ઓ રાધા તેરા શ્યામ દેખા.
રાધા ઢૂંઢ રહી….