Categories
સમાચાર

આઠ મહિનાની પ્રેગનન્ટ મહિલાને વેન્ટીલેટર ન મડતા, બાળક સાથે ગુમાવ્યો જીવ….ઓમ શાંતિ

કરુણ કિસ્સો સામે આવ્યો આઠ મહિનાની પ્રેગનન્ટ મહિલાને શ્વાસ ચડતાં વેન્ટિલેટર ન મડયુ , બાળક સાથે જીવ ગુમાવ્યો પડ્યો ….પાલનપુર સિવિલમાં રોજ મહામારીના કારણે અનેક ગંભીર દર્દીઓના મોત નિપજી રહ્યા છે તેવામાં દાખલ પ્રસુતાને વેન્ટિલેટર ન મળતા તેનું મોત નિપજ્યું હતું. જલોત્રા ગામે પરણાવેલી પ્રસુતાની તબિયત બગડતા પાલનપુર સિવિલમાં દાખલ કરાઈ હતી જ્યાં કમનસીબે મોતને ભેટી કરી હતી. બે વર્ષ પહેલા વડગામ તાલુકાના મેતા ગામની વતની અને જલોત્રા પરણાવેલી ઉર્વશીબેન દિનેશભાઈ પ્રજાપતિ નામની પ્રસૂતા મહિલાની અચાનક શ્વાસ લેવામાં તકલીફ થતા પાલનપુર સિવિલ હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. બે દિવસ બાદ ગુરુવારે વધુ તકલીફ નડતા પ્રસૂતાને વેન્ટિલેટર પર દાખલ કરવા માટે દબાણ વધાર્યું હતું પરંતુ ઓક્સિજન સપ્લાય ઓછો હોવાથી વેન્ટિલેટર કાર્યરત ન હતા. પાલનપુર, ડીસા બાદ પાટણમાં તપાસ કરતા સબરીમાલ હોસ્પિટલ તેમજ લાઇફલાઇન હોસ્પિટલમાં પણ પરીવારજનોએ વાત કરી હતી.

જોકે એમની પાસે જગ્યા જ નહોતી. પાલનપુરના અંકિત મોદીએ જણાવ્યું કે “આ બાબતે મને જાણવા મળતા મેં તપાસ કરાવતા રાજકોટમાં એક વેન્ટિલેટર ખાલી મળી જાય એવું જાણવા મળ્યું અને ત્યાં વાત કરી પરંતુ પેશન્ટને અહીથી લઇ જવું ખુબજ ક્રિટીકલ હતું ત્યાં જતાં 8 કલાક જેવો સમય નીકળી જાય તેવી સ્થિતિ વચ્ચે તપાસ કરતા ગણેશ એમ્બ્યુલન્સમાં વાત કરી પરંતુ કોઈ એમ્બ્યુલન્સ પણ ખાલી નહોતી.

થ ધારપુરમાં તપાસ કરીને જગ્યા મળી જશે તેવી માહિતી મળતા ધારપુર તપાસ કરવા ગયા પરંતુ અંતે એજ વસ્તુ નહોતી જે ઓપરેશન માટે જરૂરત હતી. જે બધામાં સમય ખુબજ નીકળી ગયો અને પાલનપુર સિવિલમાં વેન્ટિલેટર ન મળવા ના કારણે એક ગર્ભવતી મહિલાને બાળક સાથે જીવ ગુમાવી દેવો પડ્યો હતો। .” આ મામલે પાલનપુર સિવિલ હોસ્પિટલના સુપરિન્ટેન્ડન્ટ ડો સુનિલ જોશી સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે ” વેન્ટિલેટર પર કોઈ પેશન્ટને ત્યારે લઈ શકીએ જ્યારે ઓક્સિજનનું પ્રેસર પૂરેપૂરું આવતું હોય અને પ્રતિમિનિટ 50 લિટર ઓક્સિજન સપ્લાય આપી શકાતો હોય એ પ્રકારની સ્થિતિ હાલ પાલનપુર સિવિલમાં નથી કે કોઈને વેન્ટિલેટર પર લઈ શકીએ. “ નાનકડા જીવ હજી દુનિયા જોઇ પણ નથી યા મોતને ભેટી પડ્યા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *