Skip to content

દરેક મહિલાઓ અજમાવી જુઓ આ ઉપયોગી ૨૫ + કિચન ટીપ્સ

અજમાવી જુઓ આ ઘરગથ્થું ટીપ્સ દરેક મહિલાઓને ખુબ ઉપયોગી બનશે જો તમે આખો દિવસ કામ કરીને થાકી ગયા હોય તો રાત્રે ઘરે આવીને ન્હાવા જાવ ત્યારે સ્નાન કરવાના પાણીમાં એક લીંબુનો રસ ભેળવી સ્નાન કરો આમ આનાથી શરીરમાં સ્ફૂર્તિ આવશે અને ત્વચા નિખરશે તેમજ જો તમારા શરીરમાં ખંજવાળ આવતી હોય તો સ્નાન માટે લીમડા સાબુનો ઉપયોગ કરો અને એની અસરનો અનુભવ કરો .

ઘણી વખત બાળકો રમત રમત માં વસ્તુ મોમાં નાખી દેતા હોય છે ત્યારે માતા પિતા ખુબ ચિતામાં મૂકી જાય છે પીન , કાંટા કે બીજી કોઈ અણીદાર ચીજ ગળે ઊતરી જાય તો કાચા કેળાનું શાક અથવા ઘટ્ટ ખીર કરી પીવાથી તે ચીજ મળ વાટે બહાર નીકળી જાય છે . મચ્છર કે કોઈ જીવ જંતુ કાનમાં ઘૂસી જાય તો કાનમાં ટોર્ચથી પ્રકાશ નાખવાથી જંતુ બહાર આવી જશે.

જો નાકમાં કઈ જતું રહ્યું હોય તો નાકમાં રૂની પાતળી વાટ બનાવી નાકમાં નાખવાથી છીંકની સાથે નાકમાં અટકેલી વસ્તુ બહાર ફેંકાઈ આવશે અથવા તો તપકીર સુંઘી છીંક ખાવાથી નાકમાં ફસાયેલી વસ્તુ બહાર આવી જશે. મધમાખીના ડંખ પર મધમાં ચૂનો ભેળવી લગાડવાથી રાહત થશે. આંખમાં કચરો પડે તો આંખમાં કાચું દૂધ નાંખી આંખ બંધ કરી થોડીવાર સૂઈ રહેવાથી કચરો બહાર નીકળી જશે . બટન કે કોઈ બીજી ચીજ વસ્તુ બાળક ગળી જાય તો જુલાબ આપી દેવો , મળ વાટે વસ્તુ સરળતાથી બહાર નીકળી જશે . શરીરમાં ફાંસ ઘૂસી જાય તો તે ભાગ પર બરફ ઘસી દેવાથી થોડા સમય માટે તે ભાગ ખોટાં જેવો થઈ જશે , જેથી સરળતાથી ફાંસ કાઢી શકાશે . કેનની બનાવટના ફર્નિચર સાફ કરવા પાણીમાં થોડું મીઠું ભેળવી સ્વચ્છ કપડાં વડે લૂંછવું .

ગુટકા અને પાનના ડાઘા દૂર કરવા લીંબુનો રસ રગડવો . વપરાયેલી ચાની ભૂક્કીને ધોઈ ફૂલછોડમાં ભભરાવવાથી સરસ ખાતર થશે . પાકેલા સફરજનના રસમાં ખડી સાકર ભેળવી પીવાથી જૂની સૂકી ઉધરસથી છૂટકારો મળે છે . કપડાં પરથી મહેંદીના ડાઘ દૂર કરવા ડાઘા પર ગરમ દૂધ રગડી સાફ કરવું .

એક ચમચો બોરિક પાવડર તથા એક ચમચો ચણાના લોટની પેસ્ટ બનાવી ચહેરા પર લગાડી સૂકાઈ જાય બાદ ચહેરો ધોવાથી ત્વચા ચમકીલી થશે . પાલકમાં એક ચમચો સાકર નાંખી રાંધવાથી સ્વાદિષ્ટ લાગશે . શરીર પરથી હેરડાઈના ડાઘા દૂર કરવા તરત જ શેમ્પૂને રૂના પૂમડાંથી લગાડી દો . થોડીવાર રહી ધોવાથી ડાઘ સરળતાથી નીકળી જશે . રેફ્રિજરેટરનો દરવાજો ઉઘાડ બંધ રતી વખતે અવાજ થતો હોય તો મિજાગરા પર થોડો ટેલકમ પાવડર છાંટી દો .

વિનેગરમાં કપડું બોળી પ્લેટફોર્મ લૂછવાથી ચીકાશ દૂર થશે તથા પ્લેટફોર્મ ચળકતું થશે . નેઈલ પોલીશ જામી ગયું હોય તો બે – ત્રણ ટીપાં એસિટોનનાં ઉમેરી દો . થોડા સમય બાદ વાપરવા જેવું થશે . ફોટો ફ્રેમ દીવાલ પર ટાંગતા પહેલા ફ્રેમની પાછળની ધારી પર સેલો ટેપ લગાડી દો . જેથી દીવાલ પર નિશાન નહીં પડે . બ્રેડ સુકાઈ જાય તો એક તપેલીમાં પાણી લઈ તેનાં પર ચાળણી મૂકી ચાળણીમાં બ્રેડ પાથરી બે મિનિટ ગરમ કરવું . બ્રેડ તાજા જેવી પોચી થઈ જશે .

શાહીના ડાઘ દૂર કરવા ડાઘની બંને બાજુ ટુથપેસ્ટ લગાડી થોડી વાર પછી ધોવું . ફિજરમાં બરફની ટ્રે ચોંટી ન જાય તેથી તળિયે ગ્લિસરીન લગાવવું .

Leave a Comment