August 7, 2022

વરસાદ આવે એ કોને ન ગમે સૌને વરસાદ ગમતો હોય છે. વરસાદી વાદળોમાં કેટલું પાણી છે તે જાણવા માટે વામાનશાસ્ત્રીઓ કોપ્લર નામનું સાધન  વાપરે છે જેનાથી વાદળમાં પાણીનું પ્રમાણ માપી શકાય છે . અને હળવા કે ભારે વરસાદની આગાહી કરે છે. વાદળો પાણીની વરાળનાં બનેલાં છે.  વરસાદ પણ ક્યારેક રમત કરતો હોય તેમ વરસતો હોય તેવું લાગે છે , ક્યારેક ક્યારેક વરસાદ ઝરમર ઝરમર વરસાદ વરસ્યા કરે છે . ક્યારેક ધોધમાર ત્રાટકે છે . આ રમત વાદળોના કદ અને વિસ્તાર પર મોટા ભાગે આધારિત છે. પવનની ગતિ પણ વરસાદ આવવા પર અસર કરે. 

શરૂઆતમાં વાદળમાં વરાળના કણો હોય છે. વરાળમાંથી પાણીનાં ફોરા બને છે અને જેમ જેમ આ ફોરા ઠંડા પડે છે તેમ તેમ તેમનું વજન વધે છે ત્યારે વરસાદ એટલે કે પાણી બની જમીનમાં પડે છે ઘણીવાર પાણીના ફોરા જમીન પર પહોંચે તે પહેલા જ વરાળ બની જતા હોય છે.  જો પવનનું જોર હોય ત્યાં સુધી વાદળોનું પાણી આકાશમાં જ ટકી રહે છે અને ફોરા ખૂબ જ મોટા થાય ત્યાં સુધી આકાશમાં ટકી રહે છે. અને તે પડે ત્યારે ધોધમાર વરસાદ વરસે છે. 

વરસાદનું  પાણી એક કલાકનાં ૩૦ km ની ઝડપે પૃથ્વી (earth)પર પડે છે. નાનું વાદળ હોય તો ઝાપટું તરીકે વરસે છે . જો વાદળ કાળા ડિબાંગ હોય તો મોટા અને નીચા વાદળો ધોધમાર વરસે છે . એક અંદાજ પ્રમાણે એક એકર જમીનમાં એક ઇંચ વરસાદ પડે તો તેટલા પાણીનુ વજન ૧૧૮ ટન થાય છે જે મોટું રહસ્ય છે . સમગ્ર પૃથ્વી પર વર્ષે, સરેરાશ ૩૨ ઇંચ જેટલો વરસાદ પડે છે. તમને આ વાત જાણીને નવાઈ લાગશે કે કોઈ પણ સમયે વિશ્વમાં અને અવકાશમાં ક્યાંકને ક્યાંક વીજળીના ચમકારા ચાલુ જ હોય છે. તમે આ વાંચતા હશો ત્યારે પણ પૃથ્વીના કોઈ વિસ્તારમાં વીજળી ચમકતી હશે સાચી વાત છે જો અત્યારે તમારા વિસ્તારમાં વીજળી થતી હોય તો જરૂર કમેન્ટ કરજો વિશ્વમાં દર સેકન્ડે લગભગ એક સો વીજ ચમકારા થતા જ હોય છે.

વીજળીના ચમકારા વિષે ખાસ રહસ્ય બે વાદળો વચ્ચે આવજા કરતા ચમકારાને cloud to cloud lighting કહે છે. આ ચમકારા ક્યારેક આપણને દેખાય નહીં પણ ગડગડાટ અવાજ સંભળાય છે. ક્યારેક વાદળોની કિનારી ચમકી ઉઠે છે એવું દેખાય છે વાદળોમાં થતા વીજ ચમકારાને street lighting કહે છે. આવી વીજળી આકાશમાં જ રહે છે. બીજો પ્રકાર છે cloud to ground એટલે કે વાદળમાંથી નીકળીને જમીન તરફ આવતો ચમકારો. આ ખુબ જોખમી વીજળી છે. પૃથ્વીના વીજભારથી આકર્ષાઈને તે જમીન પર પડે છે અને તે સ્થળે બધુ બળીને ભસ્મ થઈ જાય છે. ખૂબ પવન હોય ત્યારે વાદળોની વચ્ચે વારંવાર ચમકારા દેખાય તેને riben lighting કહે છે.

Leave a Reply

Your email address will not be published.