ઓનલાઈન શિક્ષણ દરમિયાન ગેમ અને સોશિયલ મીડિયાની લત લાગી ગય છે કઈ રીતે છુટકારો મેળવશો

ધોરણ 9 થી 12ના વિદ્યાર્થીઓ સાથે પરીક્ષા પર ચર્ચા’ દરમિયાન નરેન્દ્રભાઈ મોદી વાતચીત કરી રહ્યા છે. પીએમ મોદીએ દેશભરના વિદ્યાર્થીઓ દ્વારા બનાવેલા કેટલાક પ્રદર્શન પ્રોજેક્ટ્સ નીહાળ્યા છે . કાર્યક્રમની શરૂઆતમાં પીએમે જણાવ્યું કે પરીક્ષા પૂર્વે દરેક વિશ્યર્થીઓએ પરીક્ષાનું ટેન્શન ન લેવું જોઈએ. પરીક્ષાને એક તહેવાર બનાવી દઈશું તો તે રંગીન બની જશે અને પરીક્ષા દેવાનો અલગ આનંદ થશે અને તમે બધા હોશે હોશે પરીક્ષા આપવા જશો

વિદ્યાર્થીનો સવાલ હતો કે બે વર્ષ સુધી ઓનલાઈન શિક્ષણ લેવાની સાથે સાથે વિદ્યાર્થીઓને સોશિયલ મીડિયા અને ગેમ્સની આદત પડી ગઈ છે, આ આદતમાંથી કેવી રીતે બહાર નિકળવું.

આ પ્રશ્નો જવાબ PM મોદી આપે છે કે : તમે પોતાની જાતને પૂછો કે તમે ઓનલાઈન રિડિંગ કરો છો ત્યારે વાસ્તવમાં રિડિંગ કરો છો કે રીલ જુઓ છો. હું તમને હાથ ઉપર નહીં કરાવું. પરંતુ તમે જાતે સમજી ગયા છો કે મેં તમને પકડી લીધા છે. પ્રશ્ન ઓનલાઈન કે ઓફલાઈનનો નથી. તમે ક્લાસરૂમમાં હશો તો પણ તમારો ચહેરો શિક્ષક સામે જ હશે પણ મન બહાર હશે તો અહીં પણ આજ પ્રશ્ન થશે. online-offline માધ્યમ નહીં પણ તમારું મન સમસ્યા છે. પછી ભલેને માધ્યમ ઓનલાઈન હોય કે ઓફલાઈન હોય પણ મારું મન તેની સાથે જોડાયેલું હશે તો ઓનલાઈન-ઓફલાઈનનો કોઈ ફરક નહીં પડે. જેમ યુગ બદલાય તેમ માધ્યમ પણ બદલાશે. પહેલા ગુરુકુળ શાળામાં તો પુસ્તકો પણ ન હતા. બાદમાં પુસ્તકો આવવા લાગ્યા. આ પરિવર્તન સતત ચાલયા કરે છે. આજે આપણે ડિજિટલના માધ્યમથી સરળતાથી વસ્તુઓ મેળવી રહ્યા છીએ. આને આપણે સમસ્યા નહીં પરંતુ એક તક માનવી જોઈએ કે જે ઓનલાઈન જ્ઞાન મેળવવાનું માધ્યમ છે. પરીક્ષા આપતા-આપતા આપણે એક્ઝામ પ્રૂફ બની ગયા છીએ, સ્ટ્રેસ લેવાની કોઈ જ જરૂર નથી. તેઓ આ વર્ષે એક નવું સાહસ કરવા જઈ રહ્યા છે. સમય મર્યાદા પૂરી થયા પછી પણ તે વિદ્યાર્થીઓના પ્રશ્નોના જવાબ જરૂર આપશે. આ માટે ટેક્સ્ટ, નમો એપ વગેરેની મદદ લેવામાં આવશે.

પરીક્ષાનો ડર કાઢીને પરીક્ષા આપો. પરીક્ષા એ જીવનનો એક ભાગ જ છે. તે જીવનના નાના-નાના પડાવ છે. તેનાથી ડરવું જોઈએ નહીં. તમે પહેલા પણ ઘણી પરીક્ષા આપી છે. આવા અનુભવોને તમારી શક્તિ બનાવો. તમે જે કરી રહ્યા છો તેના પર વિશ્વાસ કરો. હવે પરીક્ષા આપતા-આપતા આપણે એક્ઝામ પ્રૂફ બની ગયા છીએ એટલે સ્ટ્રેસ લેવાની કોઈ જ જરૂર નથી.