પીતાનુ મોત થયું હતું છતા અજાણ દીકરો કલાકો સુધી પિતાને જ્યુસ આપવા લાઇનમાં ઉભો રહ્યો

દર્દીના સ્વજનોને છેવટ સુધી ખબર જ નથી પડતી કે આખરે તેમનું દર્દી દાખલ ક્યાં હોય છે ? દરમિયાન એક એવો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે જે જોઈ-સાંભળીને લોકો રીતસરના ધ્રુજી જશે. શહેરના 65 વર્ષીય એક વૃદ્ધાને સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયા બાદ તેમને જ્યુસ આપવા અને ખબર-અંતર પૂછવા માટે પુત્ર કંટ્રોલ રૂમમાં રહેલી લાઈનમાં ઉભો હતો પરંતુ તેને તો ખબર જ નહોતી કે તેના પિતાનું કલાકો પહેલાં જ અવસાન થઈ ગયું છે !

તેને તેના પિતાના નિધનના સમાચાર મીડિયા પર પ્રસારિત કરાયેલો વીડિયો જોયા બાદ મળ્યા હતા અને પોતાના પિતાના મૃતદેહને વીડિયોમાં જોઈને પુત્ર ભાંગી પડ્યો હતો આ અંગે કોઠારિયા રોડ, શેરી નં.2માં આવેલા ગોકુલ પાર્કમાં ‘અભિલાષ’ નામના મકાનમાં રહેતાં હિમાંશુ બાબુલાલ અગ્રાવત અને તેમના પત્ની દક્ષાબેન અગ્રાવતે આપેલી મુલાકાતમાં જણાવ્યું હતું કે તેમના પિતા બાબુલાલ વલ્લભદાસ અગ્રાવત (ઉ.વ.65)ને તા.10ને શનિવારે બપોરે 4 વાગ્યે 9 મિનિટે અને 40 સેક્ધડે સિવિલ હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. દાખલ કર્યા બાદ પાંચ વાગ્યા આસપાસ તેઓ ત્યાંથી ઘેર જવા નીકળી ગયા હતા.

બીજા દિવસે એટલે કે તા.11ને રવિવારે હિમાંશુભાઈ અને દક્ષાબેન સવાર 8:30 વાગ્યે સિવિલ હાસ્પિટલે પિતાને જ્યુસ આપવા અને ખબર-અંતર પૂછવા માટે હોસ્પિટલના પાછળના ગ્રાઉન્ડમાં વીડિયો કોન્ફરન્સ માટે કરાયેલા કંટ્રોલ રૂમ પાસે લાઈનમાં ઉભા રહી ગયા હતા. ત્રણ કલાક સુધી લાઈનમાં ઉભા રહ્યા પછી તેમનો વારો આવ્યો હતો અને તેમણે કાઉન્ટર ઉપર નામ નોંધાવ્યું હતું. સવારે 11:30 વાગ્યા સુધી તેમના પિતા વિશે કોઈ જ સમાચાર જાણવા મળ્યા નહોતા અને થોડી જ વારમાં કાઉન્ટર ઉપરથી પણ કહી દેવાયું હતું કે બાબુલાલ અગ્રાવત નામનું દર્દી સિવિલ હોસ્પિટલમાં મળી રહ્યું નથી એટલા માટે તમે થોડી વાર રાહ જુઓ…આ પછી બપોરે 12:30 વાગ્યા સુધી રાહ જોયા પછી પણ કોઈ સંપર્ક ન થતાં અમને શંકા ગઈ હતી.

હજુ આ અંગે અમે કશા નિર્ણય પર પહોંચીયે ત્યાં જ ‘સાંજ સમાચાર’ દ્વારા પ્રસારિત કરાયેલો વીડિયો અમારી પાસે આવ્યો હતા અને અમે તેમાં જોયું તો સમરસ હોસ્ટેલમાં મારા પિતાના શરીરને એમ્બ્યુલન્સ ડ્રાઈવર દ્વારા પમ્પીંગ કરવામાં આવી રહ્યું છે જેથી અમે તુરંત સમરસ હોસ્ટેલ ખાતે દોડી ગયા હતા અને ત્યાં જઈને જોયું તો મારા પિતા અવસાન પામ્યા હતા ! અહીં તપાસ કરતાં ધ્યાન પર આવ્યું કે મારા પિતા લાઈનમાં રહેલી એમ્બ્યુલન્સની અંદર જ મોતને ભેટ્યા છે. ત્યારબાદ અમે આ મામલાની ઉંડાણપૂર્વક તપાસ કરતાં ધ્યાન પર આવ્યું કે શનિવારે સાંજે 6 વાગ્યાની આસપાસ અમારી જાણ બહાર પિતાને બીજી હોસ્પિટલ એટલે કે સમરસ હોસ્પિટલમાં ઑક્સિજન વગરની એમ્બ્યુલન્સમાં લઈ જવામાં આવ્યા હતા અને સમરસના કમ્પાઉન્ડમાં જ મારા પિતાનું અવસાન થયું હતું

જેની અમને હોસ્પિટલ તરફથી કે સમરસ દ્વારા કોઈ જ જાણ કરવામાં આવી નહોતી. આટલું ઓછું હોય તેવી રીતે સિવિલ દ્વારા પણ મારા પિતાને સમરસ હોસ્ટેલમાં દાખલ કરવામાં આવી રહ્યાની તસ્દી લેવાઈ નહોતી. આ અવસાન નહીં પરંતુ સિવિલ અને સમરસ હોસ્પિટલ દ્વારા નિપજાવાયેલી હત્યા હોવાથી અમે આ મુદ્દે પોલીસ ફરિયાદ નોંધાવશું. અત્રે ઉલ્લેખનીય છે કે દક્ષાબેન અગ્રાવત મહાપાલિકાના આરોગ્ય કેન્દ્રમાં નોકરી કરે છે જ્યારે તેમના પતિ હિમાંશુ અગ્રાવત ખાનગી કંપનીમાં નોકરી કરી રહ્યા છે.