Categories
સમાચાર

લોકડાઉનના આવ્યા નવા નિયમો વાંચો અને શેર કરો

કોરોના વાયરસ ( COVID – 19 ) ને WHO દ્વારા વૈશ્વિક મહામારી જાહેર કરવામાં આવેલ છે . આ સંબંધમાં કેન્દ્ર સરકાર તથા રાજ્ય સરકાર દ્વારા સમયાંતરે સુચનાઓ તેમજ માર્ગદર્શિકાઓ બહાર પાડવામાં આવેલ છે . ૨ , રાજ્યમાં COVID – 19 ની અસર કેટલાક શહેરોમાં વધારે વર્તાઇ રહી છે . જે અંગે રાજ્ય સરકારે ગંભીરતાપૂર્વક વિચારણા કરેલ છે . પુખ્ત વિચારણાને અંતે રાજ્ય સરકારે નીચે મુજબની બાબતો અમલમાં મુકવા નિર્ણય કરેલ છે . તા . ૧૪.૦૪.૨૦૨૧ થી અમલમાં આવે તે રીતે લગ્ન સમારંભમાં બંધ કે ખુલ્લી જગ્યામાં ૫૦ ( પચાસ ) થી વધુ વ્યક્તિઓ એકઠા થઇ શકશે નહિ . • જે શહેરોમાં રાત્રિ કર્યુ અમલમાં છે ત્યાં કર્યુના સમયની અવધી દરમિયાન લગ્ન સમારંભ યોજી શકાશે નહિ . મૃત્યુના કિસ્સામાં અંતિમ વિધી / ઉત્તરક્રિયામાં ૫૦ ( પચાસ ) થી વધારે વ્યક્તિ એન્ન થઇ શો નહીં . . . . જાહેરમાં રાજકીય / સામાજીક / ધાર્મિક કાર્યક્રમો , સત્કાર સમારંભ , જન્મ દિવસની ઉજવણી કે અન્ય મેળાવડા યોજવા પર તાત્કાલિક અસરથી સંપૂર્ણ પ્રતિબંધિત રહેશે . એપ્રિલ તથા મે માસ દરમ્યાન આવતા દરેક ધર્મના તહેવારો જાહેરમાં ઉજવી શકાશે નહીં તથા જાહેરમાં લોકો એકત્ર થઇ શકશે નહી . તમામ તહેવારો પોતાની આસ્થા અનુસાર ઘરમાં કુટુંબ સાથે ઉજવવાના રહેશે . સરકારી , અર્ધ સરકારી , બોર્ડ , કોર્પોરેશન તથા તમામ પ્રકારની ખાનગી ઓફીસોમાં કર્મચારીઓની હાજરીની સંખ્યા ૫૦ % સુધી રાખવાની રહેશે અથવા alternate day કર્મચારીઓ ફરજ પર આવે તેવી વ્યવસ્થા સુનિશ્ચિત કરવાની રહેશે . આવશ્યક સેવાઓને આ જોગવાઇ લાગુ પડશે નહીં . રાજ્યના તમામ ધાર્મિકસ્થાનો તા . ૩૦.૦૪.૨૦૨૧ સુધી જાહેરજનતા માટે બંધ રાખવા અપીલ કરવામાં આવે છે . ધાર્મિક સ્થાનો ખાતેની દૈનિક પૂજા / વિધી ધાર્મિક સ્થાનોના સંચાલકો / પૂજારીશ્રીઓ દ્વારા મર્યાદિત લોકો સાથે કરવામાં આવે તે સલાહભર્યું છે . શ્રધ્ધાળુઓને પણ ધાર્મિસ્થાનોમાં પ્રત્યક્ષ દર્શન ન કરવા જવાની વિનંતી કરવામાં આવે છે .

ગૃહ વિભાગના સમાન ક્રમાંકના તા .૦૬.૦૪.૨૦૧૧ ના હુકમથી આપવામાં આવેલ અન્ય સુચનાઓ યથાવત રહે છે . આ દરમિયાન કોવિડ સબંધિત અન્ય માર્ગદર્શક સુચનાઓનું દરેક નાગરિકોએ ચુસ્તપણે પાલન કરવાનું રહેશે . ૪. આ હુકમનું અસરકારક અમલીકરણ સર્વે પોલીસ કમિશ્નર , જિલ્લા મેજીસ્ટ્રેટ તથા જિલ્લા પોલીસ વડા દ્વારા કરવાનું રહેશે આ હુકમના ભંગ બદલ The EPIDEMIC DISEASES Act 1897 અન્વયે THE GUJARAT EPIDEMIC DISEASES COVID – 19 REGULATION , 2020011 lalalal , INDIAN PENAL CODE કલમ ૧૮૮ તથા THE DISASTER MANAGAMENT ACT ની જોગવાઇઓ હેઠળ કાનુની કાર્યવાહી હાથ ધરવામાં આવશે તથા તે હેઠળ સજાને પાત્ર થશે . ગુજરાતના રાજયપાલશ્રીના હુકમથી અને તેમના નામે , 36

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *