રાત્રે સૂતા પહેલા લવિંગ ખાવાથી થાય છે અનેકગણા ફાયદા

સોડામાં ઉપયોગી લવિંગ ભોજનના સ્વાદ અને સોડમ વધારવાની સાથેસાથે ઓષધીય ગુણો માટે પણ જાણીતું છે . લવિંગનું સેવન ઘણી સમસ્યાઓને દૂર કરે છે તેમ આર્યુવેદમાં જણાવામાં આવ્યું છે . આર્યુવેદની દવાઓમાં પણ લવિંગનો ઉપયોગ કરવામાં આવે છે .

લવિંગમાં ફોસ્ફરસ , સોડિયમ , પોટેશિયમ , વિટામિન કે , ફાઇબર , ઓમેગા , ૩ ફેટી એસિડ , મેગ્નેશિયમ , આર્યન સહિત ઘણા પોષક તત્વો સમાયેલા છે . તેમજ તેમાં એન્ટી બેકટેરિયલ પ્રોપર્ટીઝ પણ જોવા મળે છે . જે બીમારીઓને દૂર કરવા માટે ઉપયોગી છે .

રાતના સૂતી વખતે લવિંગ કાઇને ગરમ પાણી પીવાથી કબજિયાત , પેટનો સામાન્ય દુખાવો , ગેસ , એસિડિટી જેવી પાચન સમસ્યાઓમાં રાહત આપે છે . દાંતના દુખાવાથી છૂટકારો પામવા માટે રાતના સૂતા પહેલા ર લવિંગને ચાવીને ખાધા બાદ એક ગ્લાસ ગરમ પાણી પી જવું . લવિંગના સેવનથી શરીરની બીમારીઓથી લડવાની ક્ષમતા વધે છે . માથાના દુખાવામાં રાહત આપે છે .

લવિંગ ચાવવાથી મુખદુર્ગધ દૂર થાય છે . ગળામાં તકલીફ જેવી કે , ગળુ બેસી જવું , ખરાબ થઇ ગયું હોય તો રાતના સૂતા પહેલા બે લવિંગ ખાઇ જવા અને એના પર એક ગ્લાસ ગરમ પાણી પીવું . ચાવીને લવિંગ ન ખાઇ શકાતા હોય તો લવિંગનો ભૂક્કો કરી લેવો જેને એક ગ્લાસ પાણી સાથે ભેળવી ઉકાળવું અને હુંફાળું થતા પીવું . બાળકોને કબજિયાત તેમજ ઉધરસ જેવી તકલીફ થવાથી એક લવિંગના ભુકાને અડધો ચમચો મધ સાથે ભેળવી ખવડાવવું . – સુરેખા