આયર્લેન્ડના બંધારણને અનુસરી અપનાવેલ રાજયનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો

આયર્લેન્ડના બંધારણને અનુસરી અપનાવેલ રાજયનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોની કલ્યાણકારી રાજ્ય સ્થાપવાની ભૂમિકા

રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોના રાજ્ય નીતિ ઘડતી વખતે અને કાયદો લાગુ પડતી વખતે ધ્યાનમાં રાખવાના આદર્શ દર્શાવે છે. Pભારતમાં સમયાંતરે માર્ગદર્શક સિદ્ધાંતો વિવિધ સ્તરે લાગુ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. ત્રિસ્તરીય પંચાયતી રાજવ્યવસ્થાને બંધારણીય દરજ્જો આપીને સ્થાનીય સ્વશાસનની દિશામાં એક મજબૂત કદમ ઉઠવામાં આવ્યું છે. (અનુચ્છેદ-40) (73 અને 74માં બંધારણીય સુધાર દ્વારા)

યોજના આયોગ (1950) અને વર્તમાનમાં નીતિ આયોગ (2015) એ સામાજિક, આર્થિક અને રાજકીય ન્યાય સુનિશ્ચિત કરે છે. (અનુચ્છેદ-38) જેમ કે, નીતિ આયોગ દ્વારા મહત્વાંકાંક્ષી જીલ્લા વિકાસ કાર્યક્રમ. લગભગ તમામ રાજ્યોએ ભૂમિ-સુધારો કાયદો પસાર કરી ગ્રામીણ સ્તર ઉપર કૃષિ સમુદાયની સ્થિતિ સુધારવાનો પ્રયાસ કર્યો છે.

પ્રસૂતિ પ્રસુવિધા અધિનિયમ, 1961 અને માતૃત્વ લાભ(સંશોધન), અધિનિયમ, 2017 દ્વારા મહિલા કર્મચારીઓના હિતોનું રક્ષણ (અનુચ્છેદ-42).ખાદી અને ગ્રામોદ્યોગ બોર્ડ વગેરેના માધ્યમથી કુટિર ઉદ્યોગને પ્રોત્સાહન (અનુચ્છેદ-43). વન્યજીવ (સંરક્ષણ) અધિનિયમ, 1972, વન (સંરક્ષણ), અધિનિયમ, 1980, રાષ્ટ્રીય વન નીતિ, 1988 વગેરેના માધ્યમથી વન અને વન્યજીવીની રક્ષાનો પ્રયાસ (અનુચ્છેદ-48 A) રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો આધુનિક લોકતાંત્રિક રાજ્યના ઉદેશ્ય સાથે રાજ્યને અર્થસભર કલ્યાણકારી રાજ્ય બનાવે છે. તેમજ સામાજિક-આર્થિક લોકશાહી સ્થાપવા માટે અને કૌટિલ્યના અર્થશાસ્ત્રના “કલ્યાણકારી રાજ્ય સ્થાપવા તેની ભૂમિકા અગત્યની છે.


Discover more from worldnewshost

Subscribe to get the latest posts to your email.