Skip to content

ગુજરાતની દરિયાકિનારે વસતી પ્રજાના વિદેશો સાથે વર્ષોથી ધનિષ્ઠ સબંધો રહ્યા છે.” દરિયાકિનારે વસતી જાતિઓની સંસ્કૃતિના આધારે આ વિધાન ચકાસો.

  • ગુજરાતનો 1600 km લાંબો દરીયાકીનારો વર્ષોથી ગુજરાતમાં પ્રજાઓના આગમન સાથે સંકળાયેલો છે. ઇતિહાસના પાના પર વિવિધ યુગોના બદલાવ સાથે જુદી જાતિઓ સમગ્ર વિશ્વમાંથી આવી છે. આ આવોગમનને કારણે દરિયાખેડું ગુજરાતી પ્રજાના ખાન-પાન, પોશાક, રીત રીવાજ એવી માન્યતાઓ પરંપરાઓ વગેરેમાં ઘણું વૈવિધ્ય જોવા મળે છે.
  • ગુજરાતના કચ્છ જીલ્લામાં દરિયાકિનારે મુખ્ય ભડાલા, મેમણ, ખોજા, ભાટિયા જેવી હિંદુ અને મુસ્લિમ જાતિઓ વર્ષોથી વિશ્વભ્રમણ કર્યું છે. રામસિંહ માલમ યુરોપમાંથી વિવિધ કળાઓ શીખીને કચ્છને એક ભવ્ય વારસો આપી ગયા છે. જે ભુજના આયના મહેલમાં જોઈ શકાય છે.
  • જામનગરના દરિયાકિનારે વસતા વાઘેરોની ભાષા કચ્છી ભાષાને મળતી આવે છે. પોરબંદરમાં રહેતી મેર જાતી ખડતલ અને લડાયક છે. જેના મૂળ યુરોપમાં જણાય છે. તેમના પોશાક પરણેલી અને કુંવારી સ્ત્રીઓ માટે અલગ રંગના હોય છે. તથા તેઓ મણિયારો નૃત્ય, ચાબખી નૃત્ય માટે જાણીતા છે.
  • ગીરના જંગલમાં નિવાસ ધરાવતી સીદી પ્રજાનું મૂળ આફ્રિકામાં છે તથા ધમાલ નૃત્ય માટે પ્રખ્યાત છે.
  • નળકાંઠામાં રહેતા પઢારો પાણી સાથેના પુરાણા સબંધો ના કારણે મંજીરા નૃત્યમાં દરિયાનું આબેહુબ દ્રશ્ય ખડું કરે છે.
  • ખારવા, ટંડેલ, માલમ જેવી ઉપજાતીઓ નાળીયેર પૂનમના દિવસે દરિયાની પૂજા કરે છે.
  • દરિયા કિનારે વસતી પ્રજા સીકોતેર માતાની પૂજા કરે છે. એવું કહેવાય છે કે આફ્રિકાના સોક્રોતો ટાપુનું નામકરણ સીકોતેર માતાના નામ પરથી પડ્યું છે.
  • દક્ષીણ ગુજરાતના દરીયાકીનારે આવેલા પારસીઓ પણ ગુજરાતમાં પરંપરાઓને જાળવીને દુધમાં સાકરની જેમ ભળી ગયા છે.
    • ગુજરાતના દરિયાકિનારે સંસ્કૃતિનું અદ્ભૂત વૈવિધ્ય જોવા મળે છે.

Leave a Comment