શું વાત છે રડવું પણ આપણા શરીર માટે ફાયદાકારક માનવામાં આવે છે

શું વાત છે રડવું પણ આપણા શરીર માટે ફાયદાકારક માનવામાં આવે છે આંખ માટે અશ્રુ લાભકારી છે જે કોઈ નથી જાણતા હોતા આપણે દિવસભરમાં કરેલું નાનામાં નાનું કામ પણ શરીરને અસર કરે છે. તમે કેટલા વાગ્યે જમો છો , કેટલા કલાક ઊંઘ લો છો , કેટલા વાગે ઉઠો છો એટલે સુધી કે શ્વાસ પણ શરીરને અસર કરે છે શારીરિક સ્વાસ્થ્ય માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે : આંસુ આપણાં શરીરની રક્ષણભરી પ્રક્રિયા કરે છે. આંસુનું સિક્રિશન એટલે સ્રાવ બે પ્રકારનો હોય છે. બેસિલ સિક્રિશન : આવાં આંસુ આંખોમાંથી બહાર ન આવતાં , પણ આંખમાં રહીને જ ભેજ જાળવી રાખવામાં મદદરૂપ નીવડે છે . રિફ્લેક્શન સિક્રિપ્શનઃ ઐટલે કે પ્રતિક્રિયાત્મક સાવ. આનું કારણ ભાવનાત્મક પણ હોઈ શકે છે અથવા આંખોમાં કંઈ પડવાથી કે ખૂંચવાથી પણ આંસુ આવે છે .

આંસુ કેમ જરૂરી છે આપણા માટે તે જાણવું જરૂરી છે ? તે કોર્નિયાને સાફ રાખે છે . આંસુ ન આવવાથી આંખો શુષ્ક થઈ જાય છે . એથી આંખોમાં દુખાવો થવો , ખૂંચવું , બળતરા સાથે કોર્નિયાની સ્પષ્ટતા પર અસર થાય છે અને દૃષ્ટિને પણ અસર કરે છે . આંસુ લુબ્રિકેટર હોય છે . રડવાના લાભ : આંસુ નજરને સ્પષ્ટ રાખવામાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે. તે આંખોને સાફ રાખે છે . આંખોમાં ભેજ જળવાઈ રહેવાથી આંખોમાં બળતરા થવાની શક્યતા ઘટે છે. આંસુથી આંખો ડ્રાય થઈ જવાની સમસ્યા નથી થતી, કેમ કે શુષ્કતા દૃષ્ટિને કાયમ માટે દૂર કરી શકે છે. એક શોધમાં એ પણ જાણવા મળ્યું છે કે જે નવજાત શિશુ સૂતા પહેલાં રડે છે તેની ઊંઘ લાંબી અને સારી હોય છે આ હકીકત છે જે આપણે સૌ લોકો જાણીએ છીએ

જો તમને અમારો આ આર્ટીકલ પસંદ આવે તો વધુમાં વધુ મિત્રો સાથે શેર કરજો અને આવાજ અવનવા સમાચાર, હેલ્થ આર્ટીકલ, દેશવિદેશ વિશેની માહિતી તેમજ ટેકનોલોજી વિશેની માહિતી મેળવવા માટે અત્યારેજ અમારા worldnewshost ફેસબુક પેઝ સાથે જોડાઈ જાઓ. અને જો તમે કોઈ માહિતી મેળવવા માંગતા હોય કે આ પેઝમાં તમારી કોઈ માહિતી મુકવા માંગતા હોય તો કમેન્ટ બોક્સમાં જરૂર કમેન્ટ કરજો


Discover more from worldnewshost

Subscribe to get the latest posts to your email.