શું તમે જાણો છો credit card અને ATM cardમાં કાળી પટ્ટી શેની હોય છે? 

ATM card નો ઉપયોગ પૈસા ઉપાડવા માટે થાય છે તો તેનું આથી ATM કાર્ડ મશીનના સ્લોટમાં યોગ્ય રીતે નાખવું  પડે છે. કાર્ડ ઉપરની કાળી પટ્ટી જરૂરી દિશામાં હોય તો જ કાર્ડ ઓળખાય છે. ઘણા બધા ઇલેકટ્રોનિક કાર્ડ ઉપર આ કાળી પટ્ટી જોવા મળે છે. તેને magnetic strip કહે છે. magnetic strip ચુંબકીય ધાતુ એટલે કે લોખંડના સૂક્ષ્મ રજકણોને પ્લાસ્ટિકમાં ભેળવી તૈયાર કરેલી પાતળી ફિલ્મ હોય છે. લોખંડના રજકણો શક્તિશાળી મેગ્નેટની નજીક આવે તો પોતે જ ચુંબક બની જાય છે અને રજકણો કતારબંધ ગોઠવાઈ જાય છે અને ટેપ રેકાર્ડરમાં હોય છે તેવું મેગ્નેટિક રેકોર્ડર આ સ્ટ્રીપ ઉપર કાર્ડના માલિકની વિગતો, નંબર વગેરે ટેપ કરે છે.

જ્યારે કાર્ડ મશીનના સ્લોટમાં નાખવામાં આવે છે ત્યારે આ મેગ્નેટિક સ્ટ્રીપ કાર્ડ readerની સામે રહે છે. કાર્ડ રિડરમાં વાયરની coil હોય છે. મેગ્નેટિક ફિલ્ડને કારણે કોઇલમાં વીજપ્રવાહ પેદા કરે છે. આ કરંટ કોમ્પ્યુટરની સર્કીટમાં જાય છે અને કાર્ડની વિગતો ઉકેલાય છે. સ્ટ્રીપ ઉપરનો ડેટા બારકોડની જેમ ઊભી લીટીઓથી સંકળાયેલ રહે છે. આ સૂક્ષ્મ રેખાઓ મેગ્નેટિક ફિલ્ડની હોય છે જે આપણને દેખાતી નથી.

ATM cardની મેગ્નેટિક સ્ટ્રીપ ઉપરનો ડેટા વર્ષો સુધી સચવાય છે. તેમ છતાં કાળજી રાખવી જરૂરી બની રહે છે. તેને કોઈ શક્તિશાળી ચૂંબકની નજીક રાખવું જોઈએ નહીં કે તેને વધુ પડતું ગરમ પણ થવા દેવું જોઈએ નહિ. તેમ કરવાથી તેનું મેગ્નેટિક ફિલ્ડ નબળું પડી જાય છે અને તેના પરનો ડેટા ભૂંસાઈ જાય છે.

તો હતી atm card પર રહેલી કાળી પટ્ટી નું રહસ્ય જો તમે આવા જ રહસ્ય મય આર્ટીકલ વાંચવા માંગતા હોય તો જરૂર નીચે કમેન્ટ કરીને જણાવજો