Skip to content

બૌદ્ધ ધર્મ અને જૈન ધર્મના મૂળ સિદ્ધાંતો વચ્ચેની સમાનતાઓ તથા અસમાનતાઓ પર ચર્ચા કરો.

  • ગૌતમ બુદ્ધ અને મહાવીર સ્વામી દ્વારા ક્રમશઃ બૌદ્ધ અને જૈન ધર્મની સ્થાપના કરવામાં આવી. બૌદ્ધ ધર્મને સમાન જૈન ધર્મનો ઉદય પણ વૈદિક ધર્મમાં વ્યાપ્ત કર્મકાંડની પ્રતિક્રિયા સ્વરૂપ થયો હતો.
  • બંને ધર્મ સમકાલીન હતા છતા પણ બંનેમાં ઘણી બધી સમાનતાઓ હતી અને અસમાનતાઓ પણ હતી.

સમાનતાઓ

  • બંને ધર્મ મોક્ષની પ્રાપ્તિને જીવનનું અંતિમ લક્ષ્ય ગણતા હતા.
  • બંને ધર્મ ઉપનિષદ અને અન્ય હિન્દુ ધર્મના દર્શનોથી પ્રેરિત હતા.
  • વંચિતો તથા છેવાડાના માનવીઓ, મહિલાઓ, શૂદ્રોને ધર્મમાં સામેલ કર્યા હતા.
  • નિર્વાણ એટલે કે મોક્ષ જન્મ તથા મૃત્યુની શાશ્વત શૃંખલાથી મુક્ત છે તેવું માનતા હતા.
  • મોક્ષની પ્રાપ્તિ માટે સાધનના રૂપમાં કોઈ કર્મકાંડ કે ઈશ્વરની આરાધનાના સ્થાન પર મજબૂત નૈતિક સિદ્ધાંતો પર બંને ધર્મ વિશ્વાસ ધરાવતા હતા.

અસમાનતાઓ

  • બૌદ્ધ ધર્મથી વિપરિત જૈન ધર્મ ઈતિહાસમાં ઘણા બધા પરિવર્તનનો સામનો કર્યા બાદ પણ ભારતમાં બની રહ્યો. કારણ કે જૈન ધર્મ તેના ધાર્મિક નિયમોનું ખૂબ જ કડક રીતે પાલન કરતો હતો. જયારે વિદેશમાં બૌદ્ધ ધર્મ ખૂબ ઉદાર રીતે પ્રસરતો રહ્યો.
  • જૈન ધર્મ અનુસાર પ્રકૃતિની તમામ જીવિત અને નિર્જીવ વસ્તુઓની આત્મા હોય છે. જયારે બૌદ્ધ ધર્મમાં આવું માનવામાં આવતું ન હતું.
  • બૌદ્ધ ધર્મ પુરુષો અને મહિલાઓ વચ્ચે ભેદભાવ ન કરતો હતો જયારે જૈન ધર્મ અનુસાર ગૃહસ્થ મહિલા અને પુરુષ મોક્ષ પ્રાપ્ત કરી શકતા નથી.
  • બૌદ્ધ ધર્મનો અહિંસાનો સિદ્ધાંત જૈન ધર્મથી અલગ છે. બૌદ્ધ ધર્મ અનુસાર લોકોની આવશ્યકતા અથવા પારંપારિક આહાર તરીકે કંદમૂળ કે અન્ય પદાર્થનું સેવન કરી શકે છે.

આ રીતે બૌદ્ધ ધર્મ અને જૈન ધર્મમાં ઘણા સિદ્ધાંતો અલગ છે. ડબલ્યુ.ડબલ્યુ. હંટર દ્વારા લખવામાં આવ્યું હતુ કે જૈન ધર્મ અન્ય સંપ્રદાયોથી એટલો જ સ્વતંત્ર છે, ખાસ કરીને બૌદ્ધ ધર્મથી જેટલી આશા અન્ય સંપ્રદાય પાસેથી રાખવામાં આવે છે.

Leave a Comment